રાજેશ વસાવે :- દાહોદ
મુસ્લિમ અગ્રણીઓની પોલીસ વડાને કેટલાંક મુદ્દાઓને લઈ રજુઆત : એસપીનો સ્પષ્ટ સંદેશ, પુરાવામાં કોઈપણ દોષિતો સાબિત થશે તેની ખેર નહીં
દાહોદમાં ગૌરક્ષકો ઉપર હુમલો અને ગાડીમાં તોડફોડના બનાવમાં ૭ આરોપીઓની ધરપકડ : ત્રણના એક દિવસના રિમાન્ડ મંજુર
દાહોદ પોલીસનું આરોપીઓ સાથે ઘટના સ્થળે રિકન્ટ્રક્શન : પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જાેતરાઈ
દાહોદ તા.૦૨

દાહોદ શહેરમાં કસ્બા પટણી ચોક વિસ્તારમાં ગૌરક્ષકો પર પરમ દિવસે થયેલા હુમલામાં હવે આક્ષેપ પ્રતિઆક્ષેપો સામે આવી રહ્યાં છે. સમગ્ર પ્રકરણમાં ગૌરક્ષકો ઉપર હુમલા અને ગાડીમાં તોડફોડ બાદ આ મામલે ૧૨ આરોપીઓ સામે નામજાેગ ગુન્હો દાખલ થયાં બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે. નેત્રમ અને સીસીટીવી ફુટેજાે પણ જાેવામાં આવી રહ્યાં છે. આ મામલે લઘુમતિ સમાજના અગ્રણીઓ દ્વારા પણ દાહોદ જિલ્લા પોલીસ વડાને મળી ગૌરક્ષકો સામે પણ આક્ષેપો કર્યા હતાં અને કેટલીક રજુઆતો કરી હતી. પોલીસવડાએ આ તબક્કે મુસ્લિમ અગ્રણીઓને હૈયાધરપત આપી જણાવ્યું હતું કે, નિર્દાેષ નાગરિકોને પોલીસ કંઈપણ નહીં પરંતુ દોષિત હશે તેને કોઈપણ સંજાેગોમાં છોડવામાં નહીં તેવી સ્પષ્ટ વાત કરી હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે અલગ અલગ ટીમોએ બંન્ને પક્ષે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે. પોલીસે આ પ્રકરણમાં ગણતરીના કલાકોમાં એટલે કે, ગઈકાલે સાંજ ૩ અને આજે સવારે ૪ મળી ૧૨ પૈકી નઈમ અબ્દુલ રહીમ કુરેશી, અરબાજ સોયેબભાઈ જાડા, અન્સાર ઈદરીશભાઈ ભુંગા, શાહબાજ સરીફ બજારીયા, સહેજાદ ઉર્ફે કાળો સોયેબભાઈ સામદ, કાસીમ અસરફ ઓઝા તેમજ રાજા ઈદરીશ પાટુક મળી સાત આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. જેમાં ૩ આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યાં છે અને તેમનાથી ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી હોવાનું પોલીસ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

દાહોદ શહેરમાં કસ્બા પટણી ચોક વિસ્તારમાં ગતરોજ મોડી રાત્રીના સમયે એક પીકઅપ ગાડીમાં કતલખાને લઈ જવામાં આવતાં પશુઓને બચાવવા માટે ગયેલા દાહોદની ગૌરક્ષકોની ટીમ પર આ વિસ્તારના ટોળાએ હુમલો કર્યાે હતો અને ગૌરક્ષકની ફોર વ્હીલર ગાડીની તોડફોડ પણ કરી હતી. આ હુમલામાં બે ગૌરક્ષકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે દાહોદ એ ડિવીઝન પોલીસે ૧૨ જેટલા હુમલાખોર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો કેટલીક માંગોને લઈને પોલીસવડા રવિરાજસિંહ જાડેજા પાસે પહોંચ્યાં હતાં. અને તેમની સમક્ષ રજુઆતો કરી હતી. ત્યારે આજરોજ દાહોદ શહેરના મોટાઘાંચીવાડ વિસ્તારના લઘુમતિ સમાજના અગ્રણીઓ દાહોદ જિલ્લા પોલીસ પાસે પહોંચ્યાં હતાં અને આ મામલે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, બનેલ બનાવમાં કનુભાઈ ધુળાભાઈ ભરવાડ, હીરલ કંથારીઆ, હેમાંશુ યાદવ, રાહુલ યાદવ, પીન્ટુ કલાલ, તુષાર યાદવ અને શ્યામ ઠાકોર તથા અન્ય બીજા ચારથી પાંચ ઈસમો (તમામ રહે. દાહોદ, તા.જિ.દાહોદ)નાઓ પોતાના વિસ્તારમાંથી ઉપરોક્ત ઈસમો ફોર વ્હીલર ગાડી અને મોટરસાઈકલ લઈ પુરઝડપે પસાર થઈ રહ્યાં હતાં. સ્થાનીક લોકોએ તેઓને પુછેલ કે, આવા ભરચક વિસ્તારમાંથી પુરઝડપે અને ગફલત ભરી રીતે વાહન હંકારી કેમ પસાર થઈ રહ્યો છો, તેમ કહેતાં ઉપરોક્ત ઈસમોએ સમાજના લોકોને બેફામ ગાળો બોલી, ધર્મ જાતિને લઈને અપમાનિત શબ્દો પણ બોલ્યાં હતાં. ઉપરોક્ત ઈસમોએ કાયદો હાથમાં લીધો હતો. અવાર નવાર વિસ્તારમાં ઢોરો પકડવા માટે આવે છે અને માથાકુટ કરે છે, જેથી અમારા વિસ્તારમાં કાયમ ભયનો માહૌલ રહે છે. પોલીસને જાણ કર્યા વિના પોતે કાર્યવાહી કરી કાયદો હાથમાં લેતાં હોવાના આક્ષેપો પણ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યાં હતાં. જેથી ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા આ ઘટનાને લઈ સ્પષ્ટ તપાસના નિર્દેશો આપી દીધાં છે સાથે સાથે આ બનાવમાં જે કોઈપણ આરોપીઓ હશે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ સ્પષ્ટ કરી દીધું છે. સમગ્ર મામલે પોલીસે બંન્ને પક્ષોની રજુઆતને ધ્યાનમાં લઈ તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
મારામારીના પ્રકરણમાં સાત આરોપીઓ ઝડપાયા :ત્રણના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર
દાહોદના કસ્બા વિસ્તારમાં બનેલી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ફરિયાદમાં દાખલ કરેલા ૧૨ આરોપીઓ પૈકી સાત આરોપીઓને દબોચી લીધાં છે. જે પૈકીના ત્રણ આરોપીઓને આજે સાંજના સમયે કોર્ટમાં રજુ કર્યા હતા અને રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે પ્રકરણના અનુસંધાનમાં પકડાયેલા ઉપરોક્ત ત્રણ આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે જ્યારે અન્ય પકડાયેલા ચાર આરોપીઓને પોલીસ આવતીકાલે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરશે. આ પ્રકરણમાં હવે ૧૨ પૈકી સાત લોકો પોલીસના સકંજામાં આવી ગયાં છે જ્યારે અન્ય પાંચ ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસનો કસ્બા વિસ્તારમાં આરોપી સાથે ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું
કસ્બાના પટણી ચોક વિસ્તારમાં ગૌરક્ષકો ઉપર થયેલ હુમલામાં પકડાયેલા આરોપીઓ સાથે એ ડિવીઝન પોલીસે આજે પટણી ચોક ખાતે આરોપીઓને લઈને પહોંચી હતી. અને પરમ દિવસે રાતના દોઢ વાગ્યાના સમયે શુ ઘટના બની હતી. તે અંગેની વિગતો ભેગી કરવા આરોપી સાથે રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કસ્બાના પટણી ચોકમાં આરોપી સાથે રિકન્ટ્રક્શન કરવા આવેલ પોલીસને જાેઈ આસપાસના ટોળા ભેગા થયાં હતાં. પોલીસે રિકન્ટ્રક્શન પુર્ણ કર્યા બાદ પરત આરોપીને પોલીસ મથકે લઈ રવાના થઈ હતી.
દાહોદ એસપીની સ્પષ્ટ વાત :બંન્ને પક્ષે તપાસ બાદ પુરાવામાં જે દોષી હશે એની ખેર નહીં
કસ્બાના પટણી ચોક વિસ્તારમાં ગૌરક્ષકો પર થયેલા હુમલા, ગાડીઓમાં તોડફોડ અંગે પોલીસ ફરિયાદ નોંધાંઈ છે. ૧૨ આરોપીઓ સામે નામજાેગ ગુન્હા દાખલ થયાં છે. ગઈકાલે કેટલીક રજુઆતોને લઈ ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનો પોલીસ વડા પાસે પહોંચ્યાં હતાં અને પોલીસ વડા સમક્ષ કેટલીક વાતો તેમને મુકી હતી. આ બાબતે નિયમોમાં આવતી ઘણીખરી બાબતો પોલીસ વડાએ ઉપરોક્ત લોકોને જણાવી હતી અને આવા સમયે કેવી રીતે કામ કરવાનું તે અંગે પણ કેટલાંક સુચનો કર્યા હતાં. હવે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે અને આજે લઘુમતિ વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓ પણ ગૌરક્ષકો સામેની રજુઆતો લઈ પોલીસને મળ્યાં હતાં અને રજુઆતો કરી હતી. આ બાબતે પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ વાત કરી છે કે, બંન્ને પક્ષે નિષ્પક્ષ તપાસ થશે. અને પુરાવામાં જે દોષિત હશે તે ચંમ્બરબંધીને છોડવામાં આવશે નહીં. તેના વિરૂધ્ધ કાયદામાં કરેલી જાેગવાઈ મુજબ કોઈપણ શેહશરમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
