બાબુ સોલંકી :- સુખસર
*રાજ્ય ચૂંટણી આયોગ, દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફતેપુરા અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાર મંડળોની રચના તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરાયો*
સુખસર,તા.૨૬
રાજ્ય ચૂંટણી આયોગ, દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ,ફતેપુરા અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકા પંચાયતોની આગામી ચૂંટણી માટે મતદાર મંડળોની રચના તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. આ નવા સીમાંકન મુજબ દાહોદ જિલ્લા પંચાયત માટે કુલ ૫૦ બેઠકો નિર્ધારિત કરાઈ છે. દાહોદ જિલ્લા પંચાયતની કુલ ૫૦ બેઠકોમાંથી અનુસૂચિત આદિજાતિ (ST) માટે સૌથી વધુ ૩૮ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાંથી ૧૯ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. અનુસૂચિત જાતિ (SC) માટે ૦૧ બેઠક ફાળવાઈ છે. જે મહિલા અનામત રાખવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) માટે ૨૭ ટકા લેખે કુલ ૦૫ બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં ૦૨ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.બાકી રહેલી ૦૬ બેઠકો બિન-અનામત (સામાન્ય) રહેશે. જેમાં ૦૩ બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. આ અનામત બેઠકોની ફાળવણી યાદી સંબંધિત મામલતદારશ્રીની કચેરીઓ, પ્રાંત અધિકારીઓની કચેરીઓ દ્વારા બહોળા પ્રમાણમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.
