ગરબાડામાં મહાશિવરાત્રિ યાત્રા દરમિયાન ભયાનક દુર્ઘટના: આગના કરતબમાં પેટ્રોલ કેન પડતા ભભૂકી આગ, એકનું મોત આગની ચપેટમાં ગંભીર રીતે દાઝેલા રમણભાઈ રાઠોડનું 18 કલાકની સારવાર બાદ નિધન, 

Editor Dahod Live
3 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડામાં મહાશિવરાત્રિ યાત્રા દરમિયાન ભયાનક દુર્ઘટના: આગના કરતબમાં પેટ્રોલ કેન પડતા ભભૂકી આગ, એકનું મોત

આગની ચપેટમાં ગંભીર રીતે દાઝેલા રમણભાઈ રાઠોડનું 18 કલાકની સારવાર બાદ નિધન, 

સમગ્ર ઘટના લાઈવ વીડિયોમાં કેદ થતા ચકચાર

દાહોદ તા.17

દાહોદના ગરબાડામાં મહાશિવરાત્રિ નિમિતે યોજાયેલી શિવજીની યાત્રા સમયે એક અત્યંત ગંભીર દુર્ઘટના બની હતી. જેમાં કરતબ કરનાર વ્યક્તિ જમીન ઉપર પેટ્રોલ રેડી ગોળ વર્તુળ બનાવી રહ્યો હતો. તે દરમિયાન જમીન ઉપર સળગતી આગ ઉપર પેટ્રોલનું કેન પડી જતા આગ ભભૂકી ઊઠી હતી.જેના કારણે નાસભાગ મચી જવા પામી હતી.આ દરમિયાન આગની ચપેટમાં આવી જતા એક વ્યક્તિનું મોત થયું હતું. જેનો લાઈવ વીડિયો પણ સામે આવતા ચકચાર મચી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાડામાં મહાશિવરાત્રિ નિમિતે (15 ફેબ્રુઆરી) શિવજીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના સમયે કરતબો માટે મંડળી પણ આવી હતી. જેને જોવા માટે રમણભાઈ રાઠોડ પણ પહોંચ્યા હતા. રમણભાઈ મંડળીના કરતબ નિહાળી રહ્યા હતા. આ સમયે મંડળીમાંથી પેટ્રોલથી ફૂંક મારીને આગના કરતબ એક વ્યક્તિ કરી રહ્યો હતો. ત્યારે કરતબ કરનાર વ્યક્તિ જમીન ઉપર પેટ્રોલ રેડી ગોળ વર્તુળ બનાવી રહ્યો હતો તે દરમિયાન જમીન ઉપર સળગતી આગ ઉપર પેટ્રોલ નું કેન પડી જતા આગ ભભૂકી ઊઠી હતી જેના કારણે નાસભાગ મચી જવા પામી હતી તે દરમિયાન આગની ચપેટમાં રમણભાઈ રાઠોડ પણ આવી ગયા હતા. જોકે જોતજોતામાં રમણભાઈ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી ગયા અને જીવતા સળગવા લાગ્યા હતા. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ દુર્ઘટના સમયે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જ્યારે રમણભાઈને બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.એ સાથે આગ પર કાબૂ મેળવવાની પણ કોશિશ કરી. પરંતુ ભયાનક આગના કારણે રમણભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર રીતે દાજી જવાના કારણે 18 કલાકની સારવાર બાદ આજે રમણભાઈ જીંદગી સામેનો જંગ હારી ગયા. અને તેમનું નિધન થયું છે. હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે રમણભાઈના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.

શિવજીની યાત્રામાં આગના કરતબ કરતી મંડળીઓ દ્વારા નજીવા સુરક્ષા પગલાં લેવાયા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ દુર્ઘટના બની હતી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં શોક વ્યાપી ગયો છે

Share This Article