મીનાક્યાર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય હેલ્થ મિશન અંતર્ગત ઇમરજન્સી સેવા એટલે કે 108 નો ડેમો કરાયો.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

મીનાક્યાર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય હેલ્થ મિશન અંતર્ગત ઇમરજન્સી સેવા એટલે કે 108 નો ડેમો કરાયો.

દાહોદ તા. ૩૧

ગરબાડા તાલુકાની મીનાક્યાર પ્રાથમિક શાળામાં બાળકોને રાષ્ટ્રીય હેત મિશન અંતર્ગત ઇમર્જન્સી સેવા 108 ની જે કાર્ય પદ્ધતિ છે તેનો ડેમો બતાવવામાં આવ્યો હતો જેમાં બાળકોમાં ઇમરજન્સીમાં 108 કઈ રીતે કામ કરે છે અને 108 માં કેવા પ્રકારની સેવા આપવામાં આવે છે 108 નો સંપર્ક કઈ રીતે કરવો આને કઈ રીતે વાત કરવી તે બાબતેની સંપૂર્ણ માહિતી 108 ના પાયલોટ દિલીપભાઈ બામણીયા અને ઇ.એમ.ટી છોટુભાઈ માવી દ્વારા બાળકોને તેમજ ગ્રામજનોને પ્રાથમિક માહિતી.

આપવામાં આવી હતી. જેમાં 108 ના કર્મચારીઓ દ્વારા બાળકોને રીઅલ ડેમો કરીને સંપૂર્ણ માહિતી સમજાવી હતી. આ ડેમો કાર્યક્રમમાં 108 ના કર્મચારીઓ શાળાના બાળકો ગ્રામજનો તેમજ શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share This Article