ઈલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુરના ગડા ગામે જોહાર ચોક તોડી પડાતા આદિવાસી યુવા સંગઠનનું આવેદન..!
સંતરામપુર તાલુકાના ગડા ગામે જોહાર ચોક તોડી પડતા આદિવાસી યુવા સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
દાહોદ તા. ૩૦
સંતરામપુર તાલુકાના ગડા ગામે આદિવાસી યુવા સંગઠન દ્વારા આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવવાના ઉદ્દેશથી જનજાગૃતિ ભગવાન બિરસા મુંડા જોહાર ચોક ની સ્થાપના કરવામાં આવી હતી સંતરામપુર તાલુકાનુ ગડા ગામ એટલે સો ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો ગામ છે સંસ્કૃતિ આદિવાસીની જળવાઈ રહે તે માટે સ્થાપના કરવામાં આવેલી હતી. કોઈ અસામાજિક તત્વો આવી રીતે જોહાર ચોકને તોડી પાડીને નુકસાન પહોંચાડેલું છે આદિવાસી સમાજની લાગણી દુભાવેલી છે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં ક્યાં જગ્યાએ જોહાર ચોક બનાવેલા ત્યારે જગ્યાએ અલગ અલગ રીતે નુકસાન પહોંચાડવાનું આવું ખરાબ કૃત્ય કરવામાં આવેલું છે જેથી લઈને આજરોજ આદિવાસી યુવા સંગઠન દ્વારા સંતરામપુર મામલતદાર આવેદનપત્ર આપવામાં આવેલું હતું અને તપાસની માંગ પણ કરી છે અને પણ વ્યક્તિએ આવું ખરાબ કૃત્ય કર્યું છે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી અને આ બધા અપાવ્યું હતું આ આવેદનપત્રમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવા સંગઠન હાજર રહ્યા હતા
