રાજેશ વસાવે :- દાહોદ
વિકૃત માનસિકતા ધરાવતા યુવકનું કારસ્તાન,સોશિયલ મીડિયાથી અંજાઈને યુવા પેઢી ગુનાખોરીના રવાડે.!
દાહોદમાં યુવતીની ફેક આઈડી બનાવી બિભત્સ લખાણ સાથે ફોટો વાયરલ કરતા ધરપકડ.!
દાહોદ તા. ૩૦

દાહોદમાં વિકૃત માનસિકતા ધરાવતા યુવકે એક યુવતીના નામનું સોશિયલ મીડિયાના instagram પર ફેંક આઈડી બનાવી યુવતીને બદનામ કરવાના ઇરાદે યુવતીના ફોટા મુકી, ખરાબ લખાણ લખી, વાયરલ કરી યુવતીના બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ લીમડી પોલીસે આરોપી યુવકને વડોદરાથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આજના આધુનિક યુગમાં અને તેમાંય ખાસ કરીને આજની યુવા પેઢી સોશિયલ મીડિયાના રવાડે ચઢી ગુન્હાહિત સકંજામાં આવી જઈ પોતાનું જીવન બરબાદ કરી નાખતા હોય છે.અને તેની સાથે સાથે પોતાના માતા પિતાના સપનાઓના અરમાનોને પણ ચકનાચુર કરી દેતા હોય છે.દાહોદ જીલ્લામાં બનતા સાયબર ક્રાઈમના બનાવો જેવા કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ, ટવીટર, ટેલીગ્રામના માધ્યમથી કોઈ વ્યક્તિની ઇજજત આબરૂને નુકશાન થાય તથા મહિલાઓના ફોટાઓને મોર્ફીંગ કરીને તેની ઉપર બિભત્સ લખાણો લખવાના બનાવો બને ત્યારે સોશીયલ મિડીયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા દાહોદ જીલ્લા પોલીસ વારંવાર સાયબર ક્રાઈમ જાગૃતિના સેમિનારો કરી રહેલ છે તેમ છતા આવા પ્રકારના બનાવો તો બને છે .તે અંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ લીમડી પોલીસ કામગીરી કરી રહી હતી.ત્યારે લીમડી પોલીસ મથકમાં એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી જેમાં યુવક દ્વારા સોશિયલ મીડિયાના instagramમાં યુવતીના નામનો ફોટો એકાઉન્ટ બનાવી યુવતીને બદનામ કરવાના ઇરાદે છોકરીના ફોટા મુકી, ખરાબ લખાણ લખી, વાયરલ દેવામાં આવ્યા હતા ત્યારે આ સંબંધે લીમડી પોલીસ મથકે ગુનોદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો ત્યારે લીમડી પોલીસને મળેલ બાતમીના આધારે આરોપી યુવક નારણભાઇ કડવાભાઈ ભુરીયા (રહે.સુથારવાસા, તા.ગોવિંદગુરૂ લીમડી જી.દાહોદ) ને લીમડી પોલીસે વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
