દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેમાં સ્ટીલ ચોરીનો કૌભાંડ,સુપરવાઈઝરની મીલીભગત,13 લાખનો મુદ્દામાલ જપ્ત

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેમાં સ્ટીલ ચોરીનો કૌભાંડ,સુપરવાઈઝરની મીલીભગત,13 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુરુ ગોવિંદ લીમડી પોલીસે કરી ત્રણની ધરપકડ,સુપરવાઇઝર ફરાર..

દાહોદ તા.૨૯

 

દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહેલા ભારતમાલા રોડ પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની સાઇટ પરથી સ્ટીલના સળિયા ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે.લીમડી પોલીસે એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી કુલ રૂપિયા ૫,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ તેમજ સળિયા ચોરી પ્રકરણમાં વ પ્રોજેક્ટના સુપરવાઈઝરની સંડોવણી સામે આવી છે.જોકે સુપરવાઈઝર ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. 

 

દાહોદ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ લૂંટ વિગેરે જેવા બનાવોને શોધી કાઢી આરોપીઓને જેલના સળિયા ધકેલવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત લીમડી પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે લીમડી આંબા ગામેથી લોખંડના સળીયા ભરેલી એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી રોકી ગાડીમાં સવાર ઇસમની ઘનિષ્ઠ અને ઉંડાણપૂર્વક તપાસ કરતા ભારતમાલા પ્રોજેક્ટર અંતર્ગત ચાલી રહેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેની કન્સ્ટ્રકશન સાઈડ પરથી સ્ટીલના સળિયા ચોરી કરી બજારમાં વેચી નાખવાનો કૌભાંડ સામે આવ્યો છે. ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત એમપી બોર્ડરથી લીમખેડા ના ભાનપુરા વચ્ચેના પેકેજ નંબર 26 માં એટલાસ કન્સ્ટ્રકશન પ્રા.લિ. અને આશાપુરા કન્સ્ટ્રક્શન પ્રા.લિ.માંથી અલગ-અલગ સમયે ચોરી કરેલાનું જણાઈ આવેલ હતુ. એટલું જ નહીં આ ચોરેલો માલ દાહોદ ખાતે ભંગારના વેપારીને વેચાણ આપતા હોવાની વિગત જણાતા આ ગુન્હાનો વધુ મુદ્દામાલ યશવંતભાઈ મુકેશભાઈ મહંત (રહે.દાહોદ)ના કબજામાંથી રીકવર કરવામાં આવ્યો છે. 

 

*સ્ટીલના સળિયા ચોરી પ્રકરણમાં સુપરવાઈઝરની સંડોવણી, પોલીસ આવે તે પહેલા ફરાર*

 

આ સમગ્ર સ્ટીલની ચોરી કૌભાંડનો લીમડી પોલીસ દ્વારા પર્દાફાશ કરી કુલ ૮૦૦૦ કિલો સ્ટીલ જેની કિ.રૂ.૫,૨૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આ બાબતે ભારતમાલા પ્રોજેક્ટ વતી ફરીયાદી શૈલેન્દ્ર ગોવિંદપ્રસાદ શર્મા દ્વારા લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યા મુજબ કુલ ૦૩ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. અને આ પ્રોજેકટમાં કામ કરતા સુપરવાઇઝર દેવીસીંગ (રહે.રાજસ્થાન)ની સંડોવણી બહાર આવી છે. જેના પગલે સુપરવાઈઝરની ધરપકડ કરવા સારૂ લીમડી પોલીસ દ્વારા ટીમ બનાવી ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરેલ છે. પરંતુ સુપરવાઇઝર ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ દરમિયાન વાહનો પણ જપ્ત કર્યા છે.

 

*કન્ટ્રક્શન સાઇડ પરથી સળિયા ચોરી પ્રકરણમાં ત્રણની ધરપકડ, 13 લાખનો મુદ્દામાલ જપ્ત.*

 

આ કૌભાંડમાં પોલીસે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં શિવરાજભાઈ દિનેશભાઈ પલાસ (રહે. આંબા તા.ગોવિંદગુરૂ લીમડી જી.દાહોદ), ગોવિંદભાઈ દિનેશભાઈ મુનીયા (રહે.સુથારવાસા તા. ગોવિંદગુરૂ લીમડી જી. દાહોદ) અને યશવંતભાઈ મુકેશભાઈ મહંત (રહે.દાહોદ) નાઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે અલગ-અલગ જાડાઇના લોખંડના સળીયા (સ્ટીલ) કુલ ૮૦૦૦ કિલો જેની કિંમત રૂપિયા ૫૨૦૦૦૦ તેમજ મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડી કિંમત રૂપિયા ૮૦૦૦૦૦ એમ કુલ મળી ૧૩,૨૦,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે લીમડી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article