દાહોદ નજીક આંતરરાજ્ય ચેકપોસ્ટ પર અડધા કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

પ્રોહિબિશન અંગે દાહોદ પોલીસની ઉપરાછાપરી કાર્યવાહી

દાહોદ નજીક આંતરરાજ્ય ચેકપોસ્ટ પર અડધા કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ..

દાહોદ તા.૨૯

દાહોદની ખંગેલા ચેકપોસ્ટ પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક આઇસર ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપિયા ૫૮,૫૩,૬૦૦નો પ્રોહી મુદ્દામાલ સાથે આઇસર ગાડી ની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા ૮૦,૧૩,૬૦૦ના મુદ્દામાલ સાથે બે ઈસમોને અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિઓને અટકાવવા માટે દાહોદ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે આજરોજ બાતમીના આધારે કતવારા પોલીસે ખંગેલા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર નાકાબંધી દરમિયાન એક આઇસર ગાડી ત્યાંથી પસાર થઈ હતી જેને જોઈ પોલીસે આઇસર ગાડીને ચારે તરફથી ઘેરી લીધી હતી અને આઇસર ગાડીમાં સવાર ધનારામ હરજીરામ ડુગેર (જાટ) અને અણદારામ પેમારામ ડાયલ (જાટ)(બંને.રહે.રાજસ્થાન) નાઓની પોલીસે પૂછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી એ પોલીસે આઇસર ગાડીની તલાસી લેતા વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ.૬૭૫ જેમાં બોટલો નંગ.૩૨,૪૦૦ કિંમત રૂપિયા ૫૮,૫૩,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે આઇસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા ૮૦,૧૩,૬૦૦ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બંનેની પોલીસે અટકાયત કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article