બેકાબૂ આર્ટિગા ગાડી અકસ્માત સર્જી ઝાડ સાથે અથડાઈ 

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

બેકાબૂ આર્ટિગા ગાડી અકસ્માત સર્જી ઝાડ સાથે અથડાઈ 

કલજીની સરસવાણી ગામે ફોરવીલર ગાડીની અડફેટે મોપેડ ચાલકનું મોત..

દાહોદ તા.28

ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે આજરોજ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ફોરવીલર ગાડીની અડફેટે એકટીવા ચાલકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. માર્ગ અકસ્માત સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરવા અંગે તજવીજ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે MP-09-AU-9724 નંબરની સફેદ કલરની મારુતિ આર્ટિગા ગાડીના ચાલકે GJ–BS- 9544 નંબરના એકટીવા ને અડફેટમાં લેતા એકટીવા ચાલક ફંગોળાઈને જમીન પર પટકાયા હતા જેના પગલે તેમને જીવલેણ ઇજાઓ પહોંચી હતી.આ દરમિયાન મારૂતિ આર્ટિગા બેકાબૂ બની નજીકમાં ઝાડ સાથે અથડાઈ હતી. ત્યારબાદ ગાડીના ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત મોપેડ ચાલકને ઝાલોદના સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ ઈજાગ્રસ્ત મોપેડ ચાલકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના સંદર્ભે પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને ફોરવીલર ગાડીના ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.

Share This Article