સંજેલીમાં દવાખાનામાં કમ્પાઉન્ડની નોકરી કરતા યુવકનું અકસ્માત થતા મોત.

Editor Dahod Live
1 Min Read

મહેન્દ્ર ચારેલ સંજેલી

સંજેલીમાં દવાખાનામાં કમ્પાઉન્ડની નોકરી કરતા યુવકનું અકસ્માત થતા મોત.

સંજેલીના જુસ્સામાં બે બાઈક વચ્ચે અકસ્માત ચાલકના માથે હેલ્મેટ છતાં સ્થળ પર જ મોત.

એક યુવકનું ઘટના સ્થળે મોત અને બે જણને ઇજાગ્રસ્ત થતા દાહોદ ઝાયડસ ખાતે દાખલ.

દાહોદ તા. ૨૮

સંજેલી તાલુકાના જુસ્સામાં સાંજના ટાઇમે બંને બાઈક ચાલકો આમને સામને ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

લીલવાસરના વતની સરસ્વવાં સાસરીમાં જતા અકસ્માત નડ્યો.

સંગાડા નારસિંગભાઈના માથે હેલ્મેટ પહેરેલું હતું છતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું.પરિવારમાં માતમ છવાયો.

સંજેલી થી સરસવા પોતાની સાસરીમાં જતા તેવામાં જુસ્સા ગામે બંને બાઈકો વચ્ચે અકસ્માત નડ્યો હતો.

યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું આ બાબતે સંજેલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાએ પહોંચી પંચ કેરી લાશને PM માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર મોકલી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Share This Article