સુખસરમાં એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ:કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા પેટ્રોલપંપ તેમજ શોપિંગ સેન્ટર બંધ કરાવાયું, આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ

Editor Dahod Live
1 Min Read

  હિતેશ કલાલ :- સુખસર 

સુખસરમાં એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, કન્ટેન્મેન્ટ ઝોન માં આવતા  પેટ્રોલ પમ્પ શોપિંગ સેન્ટર બંધ કરાવાયું, આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો.

 સુખસર તા.01

ફતેપુરા તાલુકાના સુખસરમાં આશપુર ચોકડી વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરાયો હતો તેમ જ કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર બંધ કર્યો હતો.

ફતેપુરા તાલુકાના સુખસરમાં આસપુર ચોકડી પર પતિ પત્ની અને બે બાળકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ચારેયને સારવાર અર્થે દાહોદ ખસેડાયા હતા કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં આવતા પેટ્રોલ પંપ શોપિંગ સેન્ટર સહિતની દુકાનો જાહેરનામા મુજબ બંધ કરાઇ હતી આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સર્વે કરાયો હતો અને સંક્રમણ અટકાવવા બાબતે જરૂરી સૂચનો અને માર્ગદર્શન અપાયું હતું. સુખસર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Share This Article