દાહોદના લીમખેડા નજીક પિકઅપનો ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, બેના મોત,4 ઇજાગ્રસ્ત..
ગૌરવ પટેલ:લીમખેડા
દાહોદ તા.૦7
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામેથી પસાર થતાં દાહોદ ગોધરા હાઇવે પર પેસેન્જર ભરેલ એક પીકઅપ ડાલા ગાડીનો ટાયર ફાટતા પીકઅપ ડાલા ગાડીમાં સવાર પેસેન્જર પૈકી બે પેસેન્જર ઉપર પીકઅપ ડાલા ગાડીના ટાયરો ફરી વળતા જેમાં એકનું ઘટના સ્થળે તેમજ અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જ્યારે અન્ય પેસેન્જર અને શરીર ઇજાઓ થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
મહારાષ્ટ્ર ખાતે રહેતો ઈરફાન યુસુફ શેખ ગત તારીખ 1 જાન્યુઆરીના રોજ પોતાના કબજાની પિકઅપ ડાલા ગાડીમાં ગુજરાતના હિંમતનગર મુકામે કપાસની મજૂરી કામ માટે પોતાના કબજાની પીકપ ડાલા ગાડીમાં મજૂરોને ભરી જેમાં મજૂરોમાં બાજીરાવ દગડું (રહે.મહારાષ્ટ્ર), દિપક લક્ષ્મણ પાંઢરે (રહે.મહારાષ્ટ્ર), અરબાઝ આસિફ શેખ, શ્રીક્રિષ્ના પૂજાજી વાનખેડે, દિપક સુભાષ અને ઈકબાલ અબ્દુલ તડવી (તમામ રહે. મહારાષ્ટ્ર) નાઓને પીકઅપ ડાલા ગાડીમાં બેસાડી દાહોદ જિલ્લાના પોલીસીમળ ગામેથી પસાર થતા દાહોદ ગોધરા હાઇવે પરથી પોતાના કબજાની પીકપ ડાલા ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જોત જોતા માં પીકપ ડાલા ગાડીનું ટાયર ફાટતા પીકઅપ ડાલા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેને પગલે ગાડીમાં સવાર ઉપરોક્ત પેસેન્જરો જમીન પર ફંગોળાયા હતા અને જેમાં બાજીરાવ જોશી અને દિપક પાંઢરે પર પીકપ ગાડી ડાલાના ટાયરો ફરી મળતા જેમાં બાજીરાવ જોષીનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવતા જ્યાં સારવાર દરમિયાન દિપક પાંઢરે નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ સંબંધે ઇજાગ્રસ્ત અરબાઝ આસિફ શેખ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
