રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ કલેકટર કચેરી ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ યોજનાઓ અંતર્ગત બેઠક યોજાઈ*
દાહોદ કલેકટર કચેરી ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લામાં વિવિધ યોજનાકીય બાબતો અંગે બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન દાહોદ કલેકટરશ્રી યોગેશ નિરગુડે પણ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ તા. ૧૫
આ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, સામુહિક શોક પીટ, સામુહિક કમપોસ્ટ પીટ, મહાત્મા ગાંધી નરેગાના કામો, કૂવાના કામો, અમૃત સરોવર, મિશન મંગલ હેઠળના કામો જેવા યોજનાકીય કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.

આ અન્વયે સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓએ પોતાના વિભાગની માહિતી પીપીટી દ્વારા રજૂ કરી હતી. રોજગાર કચેરી તેમજ શ્રમ-રોજગારની કચેરીની વિવિધ યોજનાઓ તેમજ મહેકમ વિશે વિગતવાર આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી.

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા એ તમામ યોજનાઓ સંબંધિત માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી ને સૌ અધિકારી શ્રીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ મિટિંગ દરમ્યાન નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ સહિત અમલીકરણ સૌ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000