Thursday, 06/11/2025
Dark Mode

દાહોદના જેકોટ નજીક ટ્રક પલટ્યો, ડ્રાઇવર-ક્લીનર ઘાયલ : અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટાયર 100 મીટર ઘસડાયા : લસણની બોરીઓ વેરવિખેર

November 5, 2025
        27
દાહોદના જેકોટ નજીક ટ્રક પલટ્યો, ડ્રાઇવર-ક્લીનર ઘાયલ : અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટાયર 100 મીટર ઘસડાયા : લસણની બોરીઓ વેરવિખેર

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદના જેકોટ નજીક ટ્રક પલટ્યો, ડ્રાઇવર-ક્લીનર ઘાયલ : અમદાવાદ-ઈન્દોર હાઇવે પર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટાયર 100 મીટર ઘસડાયા : લસણની બોરીઓ વેરવિખેર

દાહોદ તા.૦૫

અમદાવાદ-ઈન્દોર હાઇવે પર દાહોદના જેકોટ ગામ નજીક લસણ ભરેલો એક ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનર ઘાયલ થયા હતા. ઘટનાને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ લસણ ભરેલ ટ્રક ક્યાંથી ક્યાં જઈ રહી હતી તે હાલ જાણી શકાયું નથી પરંતુ આ સમગ્ર મામલે પોલિસે તપાસ હાથ ધરી છે.

ઈન્દોરથી ભાવનગરના મહુવા તરફ જઈ રહેલા આ ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બ્રેક મારવા છતાં ટ્રકના ટાયર લગભગ ૧૦૦ મીટર સુધી રોડ પર ઘસડાયા હતા અને અંતે ટ્રક રોડની સાઇડમાં પલટી ખાઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી અને ઘાયલ ડ્રાઇવર-ક્લીનરને ટ્રકમાંથી બહાર કાઢ્યા હતા. બંનેને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રક પલટી જતાં લસણની બોરીઓ રોડની સાઇડમાં વેરવિખેર થઈ ગઈ હતી. રોડ પર બેરિકેટિંગ હોવાને કારણે ટ્રક ખાડામાં પડવાને બદલે રોડ પર જ પલટ્યો હતો, જેના કારણે હાઇવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ભથવાડા ટોલ બુથની હાઇવે પેટ્રોલિંગ ટીમ ક્રેન સાથે સ્થળ પર પહોંચી હતી. ટોલના કર્મચારીઓએ ટ્રક અને લસણની બોરીઓ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. દાહોદ ગ્રામ્ય પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!