જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ ખાતે તા. 13/09/2025 ના રોજ યોજાયેલ નેશનલ લોક અદાલત સંદર્ભે 7 સાત વર્ષ જૂના દીવાની દાવા ટાર્ગેટેડ કેસમાં થયેલ સફળ ગાથા..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ ખાતે તા. 13/09/2025 ના રોજ યોજાયેલ નેશનલ લોક અદાલત સંદર્ભે 7 સાત વર્ષ જૂના દીવાની દાવા ટાર્ગેટેડ કેસમાં થયેલ સફળ ગાથા..

દાહોદ તા. ૧૩

નામદાર નાલસા નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તારીખ 13/09/2025 ના રોજ દાહોદ જિલ્લાની તમામ અદાલતો ખાતે નેશનલ લોક અદાલત યોજવામાં આવેલ. 

 જેમાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સાહેબ શ્રી જે. એન.વ્યાસ, ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પી.એસ. સૂચક, વાદીના વિ.વ.શ્રી અલ્કેશ પરમાર તેમજ પ્રતિવાદીના વિ. વ .શ્રી એસ.એચ. સરૈયા, ડી.એસ. કાપડિયા તેમજ જે.કે. ચૌહાણનાઓએ સમાધાનની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવતા સહિયારા પ્રયત્નોથી સુમેળ કરાવતા પક્ષકારો વચ્ચે 7 સાતેક વર્ષથી ચાલતા વિખવાદમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં સુખદ નિરાકરણ આવેલ છે. લોક અદાલતનો મુખ્ય હેતુ બંને પક્ષકારો ને ખુશી આપવાનો છે અને “ન કોઈની હાર અને ન કોઈની જીત” ના સિદ્ધાંતનો વિજય થયેલ છે.

Share This Article