ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ અને ભરસડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ કરી મુલાકાત* 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

*ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ અને ભરસડા ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ કરી મુલાકાત* 

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ટૂંકી અનોપ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતશ્રી નવલસિંગભાઈ પસાયા તેમજ ભરસડા ગામના ખેડૂતશ્રી રૂપસિંગભાઈ બારીયાના ફાર્મ પર જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી હતી.

કલેક્ટરશ્રીએ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો રજુઆતો સાંભળી તેમની સમસ્યાઓના નિવારણ માટેના સૂચનો કર્યા હતા. એ સાથે જ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 

ખેતીમાં રોકડિયા પાક , શાકભાજી, ફળફળાદી, ફુલોની ખેતી પર વધારે ભાર મૂકવા કહ્યું હતું. ગામના લોકોને સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય અને યાંત્રિક સાધનો પર મળતી સબસીડી વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

કલેક્ટરશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાંથી મળતી આવક અને તેની પાછળ થતો ખર્ચ વિશે વિગતે ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ ગાય આધારિત તૈયાર થતા જીવામૃત, ઘન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, અળસિયામાંથી તૈયાર થતા ખાતર, તેમજ આધારિત કરેલ ખેતીનું નિરીક્ષણ કર્યું હતું. ખેડૂતોને જૂથમાં રહીને કામ કરવા માટે સૂચવ્યું હતું. વધુને વધુ સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. 

આ દરમિયાન નાયબ ખેતીવાડી નિદાહોદશ્રી દાહોદ, મામલતદાર શ્રી ગરબાડા, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ, સંબંધિત વિભાગના કર્મચારીઓ, પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપનાર કલસ્ટર, કૃષિ સખી મિશનની બહેનો, ગામના આગેવાનો, અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

000

Share This Article