કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત બેઠક યોજાઈ* *હાર-જીત તો થતી રહેશે પરંતુ પોતાનામાં રહેલી પ્રતિભાને અભિવ્યક્ત કરવાની જે તક મળી છે તેને સ્વીકારીને દાહોદવાસીઓ પુરા મનથી ખેલ મહાકુંભમાં ભાગ લે તે અગત્યનું છે.-કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે*

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત બેઠક યોજાઈ*

*હાર-જીત તો થતી રહેશે પરંતુ પોતાનામાં રહેલી પ્રતિભાને અભિવ્યક્ત કરવાની જે તક મળી છે તેને સ્વીકારીને દાહોદવાસીઓ પુરા મનથી ખેલ મહાકુંભમાં ભાગ લે તે અગત્યનું છે.-કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે*

દાહોદ તા. ૧૨

દાહોદ જિલ્લામાં ખેલ મહાકુંભ અને સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૫ સ્પર્ધા અંતર્ગત શાળા-કોલેજના ખેલાડીઓ સહિત દાહોદવાસીઓ ગ્રામ્ય લેવલે પણ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તે માટે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.

આ દરમ્યાન ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે વધુમાં વધુ રજિસ્ટ્રેશન થાય એ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી સહિત સંબંધિત તમામ અધિકારીશ્રીઓને દાહોદની તમામ ધોરણ – ૫ થી લઈને શાળાઓ-કોલેજોમાંથી મોટેભાગે વિદ્યાર્થીઓ ભાગ લે અને રજીસ્ટ્રેશન કરાવે સાથે અધિકારીશ્રીઓ પણ ભાગ લઇ આ ખેલ મહોત્સવને આગળ લઇ જવા પૂરતા પ્રયાસ કરે એ માટે સુચના આપવામાં આવી હતી.

કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૫ અને ખેલ મહાકુંભનો આશય રમતવીરોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના શુભ આશય સાથે યોગ્ય પ્રતિભાઓને શોધીને યોગ્ય તક આપવા માટે તથા રમતવીરોને સર્વાંગી વિકાસ કરવાનો છે. ગ્રામ્ય કક્ષાએ પણ મોટેભાગે નોધણી થાય એ જરૂરી છે, તેથી રમતોત્સવમાં સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લે અને ખેલદિલી પૂર્વક રમે જેથી દાહોદનું નામ રમત ક્ષેત્રે પણ આગળ આવી શકે.

 

વધુમાં કલેક્ટરશ્રીએ સ્વચ્છતા હી સેવા અભિયાનને પ્રાથમિકતા આપીને આ અભિયાનને વ્યક્તિગત રીતે ગંભીરતાથી લઈને તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જળવાઈ રહે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવીને એ દિશામાં કામગીરી થાય અને જન આંદોલન રૂપે સ્વચ્છતા જાળવવા માટે જણાવ્યું હતું.

 

આ બેઠક અન્વયે સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર તેમજ પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજાએ પણ આ સંદર્ભે જણાવ્યું હતું કે, ખેલો ઇન્ડિયા –ખેલો ગુજરાત અભિયાનને વેગ આપવા માટે કોઈને કોઈ એક રમતમાં પ્રવૃત રહીને આપણા સ્વાસ્થ્યને ફીટ રાખી શકાય છે. ફીઝીકલ સ્ટેમિના થકી માનસિક સંતુલન જળવાઈ રહે છે. આપણે સૌએ મિશન રૂપે આ મહાકુંભમાં ભાગ લઇ આપણા તરફથી બેસ્ટમાં બેસ્ટ પ્રફોર્મ્સ અપાય તેવા પ્રયત્નો કરવાના છે. 

 

આ બેઠક દરમ્યાન સાંસદશ્રી જશવંતસિંહ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા, ગુરુ ગોવિંદ યુનિવર્સીટીના કુલપતિશ્રી પ્રો. હરિભાઈ કટારીયા, પોલીસ અધિક્ષકશ્રી રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.એમ.રાવલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાઠોડ, પ્રાંત અધિકારીશ્રીઓ, અન્ય પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહિત વર્ચ્યુઅલ માધ્યમ થકી તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

૦૦૦૦

Share This Article