více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

દાહોદ કોર્ટનો ચુકાદો :2020 ના હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ પત્ની સાથેના ખોટા શંકા વહેમમાં કરેલી હત્યાના કેસમાં દાહોદની ત્રીજી એડિ. સેશન્સ કોર્ટનો ચુકાદો,કોર્ટ સંકુલમાં સન્નાટો

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ કોર્ટનો ચુકાદો :2020 ના હત્યાકાંડમાં આરોપીને આજીવન કેદ

પત્ની સાથેના ખોટા શંકા વહેમમાં કરેલી હત્યાના કેસમાં દાહોદની ત્રીજી એડિ. સેશન્સ કોર્ટનો ચુકાદો,કોર્ટ સંકુલમાં સન્નાટો

દાહોદ તા.૦૫

દાહોદ શહેરમાં વર્ષ 2020 માં એક ઇસમે પોતાની પત્ની સાથેના આડા સંબંધના વહેમમાં એક વ્યક્તિને શરીરે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાના બનાવમાં આ કેસ દાહોદની કોર્ટમાં ચાલી જતા દાહોદની કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવાનો હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

 

પાંચ વર્ષ પહેલા એટલે કે તારીખ 4 ઓક્ટોબર 2020 ના રોજ દાહોદ શહેરમાં રેલ્વે પરેલ કારખાનામાં આરોપી પપ્પુભાઈ રમણભાઈ ડાંગી એ પોતાની પત્ની સાથે અરબજિત રામનાથ યાદવ (રહે. દાહોદ પરેલ, ત્રણ રસ્તા, તા. જી. દાહોદ) ની સાથે આડો સંબંધ હોવાનો ખોટો શક વહેમ રાખી આરોપી પપ્પુભાઈએ અરબજિતને શરીરના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અને આ કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલતો હતો ત્યારે ગતરોજ આ કેસ દાહોદના ત્રીજા એડિ. સેશન્સ કોર્ટમાં ચાલી જતા જેમાં બંને પક્ષોની દલીલો તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં દલીલો તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી પપ્પુભાઈ ડાંગીને આરોપી જાહેર કરી તેને આજીવન કેદની સજા ફટકારવાનો દાહોદની નામદાર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard