સંજેલી તાલુકાના જસુણી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય ડૉ. ઉદય તિલાવત દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ..

Editor Dahod Live
1 Min Read

સંજેલી મહેન્દ્ર :-  ચારેલ..

સંજેલી તાલુકાના જસુણી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય ડૉ. ઉદય તિલાવત દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ..

સંજેલી તા. ૨૮

ગુજરાત સરકાર દ્વારા ૨૩ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫-૨૬ નો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે દાહોદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો.

સંજેલી એપીએમસીના ડિરેક્ટર મહેન્દ્ર પલાસ, જસુણી ગામના સરપંચ દીપિકાબેન પલાસ, સી.આર.સી. પીન્ટુભાઈ પ્રજાપતીએ આ પ્રસંગે ઉપસ્થિત રહી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવીને નાના ભૂલકાઓને ઉજવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમ દરમ્યાન બાલવાટિકા, આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ અપાવ્યો હતો. જેમાં સંજેલી તાલુકા આરોગ્ય અધિકારી, મેડીકલ ઓફીસર,RBSK ટીમ, CHO, ગામના વડીલો, શાળાના સંચાલન સમિતિના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Share This Article