
વરસાદી માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો. ઝાલોદના મોટી હાંડી ગામે યોજાયેલા પુનઃ મતદાનમાં 64.42 ટકા મતદાન નોંધાયું..
દાહોદ તા.24
દાહોદ જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝાલોદ તાલુકાના મોટી હાંડી ગામે મતદાન સમયે બેલેટ ગાયબ થઈ જતા બે બુથો ઉપર ભારે હોબાળો મચ્યો હતો. એટલું જ નહીં ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો તેમજ તેમાં સમર્થકો દ્વારા મારામારી અને પથ્થરમારો કરતા આ મામલે પોલીસે ચાર લોકોના નામજોગ અને અન્ય 100 લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર બનાવને લઈ ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધામણ ખોબરાના બુથ નંબર 4 અને 5 ઉપર 24 તારીખે પુનઃ મતદાન કરવાના આદેશ કર્યા હતા. જે બાદ આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરસતા વરસાદમાં યોજાયેલા મતદાનમાં મતદારોએ ભારે ઉત્સાહ માં પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગઈકાલે મોટી હાંડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બનેલ બનાવ અને પોલીસની દરમિયાનગીરી પછી સર્જાયેલા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે 45 જેટલા મતપત્રો મળી ન આવતા આજે મોટી હાંડી ગામે ફેર મતદાન યોજાયું હતું.જેમાં ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલા મતદાનમાં ગ્રામજનોએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારે વરસાદ વચ્ચે પણ લોકોએ મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતદાન કર્યું હતું ઘૂંટણ સમા પાણીમાં ચાલીને આવીને પણ ગ્રામજનોએ મતદાન કર્યું હતું અને વરસાદનું વિઘ્ન અમને મતદાન કરતા રોકી નહીં શકે અમારો ઉત્સાહ ઓછો નહીં કરી શકે તેવું જણાવ્યું હતું મોટી હાંડી ગામે સાંજે 6 વાગ્યે મતદાન પુરું થતાં 64.42 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં મોટી હાંડી ખાતે કુલ મતદારો 1144 પેકી પુરુષ મતદારો 390 અને મહિલા મતદારો 347 એમ કુલ 737 મતદારોએ ભાંગ લીધો હતો આજે મોટી હાંડી કેન્દ્ર ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું વરસાદ એ વહીવટી તંત્રને તૈયારીઓમાં ભારે મુશ્કેલી પડી હતી.