પોલીસની ટ્રાફિક ડ્રાઈવ: ઝાલોદમાં ટ્રાફિકમાં અડચણરૂપ દબાણો દૂર કરવા પોલીસે ડ્રાઇવ યોજી,

Editor Dahod Live
1 Min Read

પોલીસની ટ્રાફિક ડ્રાઈવ: ઝાલોદમાં ટ્રાફિકમાં અડચણરૂપ દબાણો દૂર કરવા પોલીસે ડ્રાઇવ યોજી,

દાહોદ તા.19

ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.સી.રાઠવાની અધ્યક્ષતામાં ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં આડેધડ વાહનો પાર્કિંગ અને લારીઓ ટ્રાફિક ને અડચણરૂપ થાય તેમ મુકતાં પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ જેમાં ઝાલોદ ના ગીતા મંદિર થી હોરાવાડીથી ભરત ટાવરથી બસ સ્ટેન્ડ રોડ ગામડી ચોકડી થી બાસવાડા ચોકડી સુધી વિવિધ દુકાનદારો અને હાથલારી અને પથારા વાળાઓને સુચનાઓ આપી હતી.

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં વધુ પડતું વેપારીઓ તેમની દુકાનો નો માસામાન બહાર મુકતાં હતા જેથી પોલીસ દ્વારા દુકાનદારોને પણ અપાઈ સૂચના સાથે હવે પછી માલ સામાન બહાર હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સુચનાઓ આપી હતી ઝાલોદ પોલીસે ટ્રાફિકને નડતર રૂપ નહીં થાય તે રીતે વાહનો અને સામાન મૂકવા દુકાનદારો ને કર્યું સૂચન ઝાલોદ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ હતી

Share This Article