Friday, 14/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા ટાટા એસીઇ વાહનમાં કતલખાને લઈ જવાતી ત્રણ ભેસો વીએચપી ના કાર્યકર્તાઓએ ઝડપી પોલીસને સોંપી* 

February 22, 2025
        14062
ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા ટાટા એસીઇ વાહનમાં કતલખાને લઈ જવાતી ત્રણ ભેસો વીએચપી ના કાર્યકર્તાઓએ ઝડપી પોલીસને સોંપી* 

બાબુ સોલંકી : સુખસર 

*ફતેપુરા તાલુકાના સુખસર થી પસાર થતા ટાટા એસીઇ વાહનમાં કતલખાને લઈ જવાતી ત્રણ ભેસો વીએચપી ના કાર્યકર્તાઓએ ઝડપી પોલીસને સોંપી* 

*સંતરામપુર થી ઝાલોદ કતલખાને લઈ જવાતી ત્રણ ભેંસો સહિત તેમાં સંડોવાયેલા બે આરોપી ઓને ઝડપી રૂપિયા 2,10,000 નો મુદ્દામાલ સુખસર પોલીસે કબજે કર્યો*

સુખસર,તા.22

  ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાંથી પસાર થતાં માર્ગૉ ઉપરથી કેટલાક વાહનોમાં કતલખાનાઓમાં પહોંચાડવા માટે પશુઓની નિયમિત હેરાફેરી કરવામાં આવે છે.છતાં લાંબા સમયે એકાદ બે વાહનો પશુઓ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.તેવીજ રીતે શુક્રવાર સાંજના વી.એચ.પી ના કાર્યકર્તાઓને સંતરામપુરથી ટાટા એસીઇ ગાડીમાં ભેસો ભરી ઝાલોદ તરફ કતલખાને પહોંચાડવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળતા તેને ઝડપી લઇ સુખસર પોલીસને સોંપતાં પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓ સહિત મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

       પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવાર સાંજના વિશ્વ હિન્દુ પરિષદ સુખસરના સભ્યોને જાણવા મળેલ કે ટાટા એસીઇ ગાડીમાં સંતરામપુર થી ત્રણ ભેંસો ભરી ઝાલોદ કતલખાને જનાર હોવાની ચોક્કસ બાતમીના આધારે વીએચપીના સભ્યોએ સંતરામપુર ઝાલોદ હાઇવે માર્ગ સુખસરથી પસાર થતા મારગાળા ચોકડી સુખસર ખાતે વોચ રાખી ઉભા હતા.તેવા સમયે બાતમી વાળી ટાટા એસીઇ નંબર જીજે-17.યુયુ-4636 આવતા તેની તપાસ કરતા આ ગાડીમાં ખીચોખીચ અને કુરતા પૂર્વક ટૂંકા દોરડાથી બાંધી રાખી ઘાસચારો અને પાણી વગર વહન કરવામાં આવતી ભેસો નંગ ત્રણ મળી આવેલ.જ્યારે આ બાબતે ચાલક તથા તેની સાથેના એક વ્યક્તિને પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગતા અને આ ભેસો કતલ ખાતે જતી હોવાની પાકી ખાતરી થતા વીએચપી ના સભ્યોએ સુખસર પોલીસને જાણ કરી હતી.

         સુખસર પોલીસે ટાટા એસીઇ ગાડી સહિત ત્રણ ભેંસો કબજે લઈ ગેરકાયદેસર પશુઓનું વહન કરતા વાહન ચાલક જીલાનીભાઈ શબ્બીરભાઈ ટોલ,રહે.સંતરામપુર કાદરી મસ્જિદ વિસ્તાર,લક્ઝરી સ્ટેન્ડ પાછળ,સંતરામપુર તથા તેની સાથેના હિતેશભાઈ ભરતભાઈ હજૂરી રહે. નર્સિંગપુર વાંકાનાળા,તા.સંતરામપુર જી.મહીસાગરના ઓની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ત્રણ ભેસો ની કિંમત રૂપિયા 60,000 હજાર તથા ટાટા એસીઇ ની કિંમત રૂપિયા 1,50,000 મળી કુલ રૂપિયા 2,10,000 નો મુદ્દામાલ સુખસર પોલીસે કબજે લઈ બે આરોપીઓને ઝડપી ભેસોને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. 

         અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, કતલખાના ઓમાં જતા પશુઓ પોલીસના હાથે ઝડપાય છે.ત્યારે પોલીસ દ્વારા પશુ તથા વહનનો કબજો મેળવી વાહન ચાલક તથા સાથે જો કોઈ હોય તો તેની ધરપકડ કરવામાં આવે છે તે યોગ્ય છે.પરંતુ કતલખાના ઓને જીવંત રાખવા પ્રોત્સાહન આપતા અને પશુઓની હેરાફેરી કરતા મૂળ માલિકો તેમજ પશુઓ મંગાવનાર ઇસમોની પણ તપાસ થવી જોઈએ. અને તેઓની સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તો કતલખાનાઓ ઉપર થોડો ઘણો અંકુશ મેળવી શકાય તેમ છે.

         ઉપરોક્ત બાબતે સુખસર પોલીસે જીલાનીભાઈ શબ્બીર ભાઈ ટોલ તથા હિતેશભાઈ ભરતભાઈ હજુરીની વિરુદ્ધમાં ધી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ-11(1)(ડી)(ઇ)(એફ)(એચ) તથા જીપી એક્ટ કલમ-119 મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!