દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામે ગત ૯ જુલાઈના રોજ ૧૧ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા બાળકને સારવાર દરમિયાન મોત.,૯ જુલાઈના રોજ ૧૧ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો., ગંભીર ઇજાના કારણે વડોદરા સારવાર હેઠળ ખસેડાયો જ્યાં સારવાર દરમિયાન મોત., આર.એફ.ઓ સહિતનો સ્ટાફ મરણ જનાર બાળકને ઘરે પહોંચ્યો.
દે.બારીયા તા.17
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામે ગત ૯ જુલાઈના રોજ ૧૧ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. તે બાળકનું સારવાર દરમિયાન મોત. નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામે ૯ અને ૧૦ જુલાઇના રોજ આમલી મેનપુર, પાવ સજોઈ અને ખજૂરી ગામે દીપડાએ એક પછી એક એમ નવ જણા પર હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલામાં ૦૪ વર્ષની બાળા તેમજ ૧૧ વર્ષના બાળક સહિત અન્ય સાત વ્યક્તિ મળી કુલ નવ જણને ઈજા કરી હતી. જેમાં આમલી મેનપુર ગામના ભગત ફળિયામાં રહેતા રૈલેશભાઈ દિતાભાઈ પલાસ ઉંમર વર્ષ ૧૧ ઉપર રાત્રિના સમયે દીપડાએ હુમલો કરી તેને ગળાના ભાગેથી પકડી લઈ આશરે ૧૦૦ ફૂટ દૂર સુધી ઘસડી જતા તેના પરિવારજનો સહિત આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા દીપડો તેને છોડીને ભાગી ગયો હતો. તે વખતે રૈલેશને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવેલા જ્યાં તેને હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું આજરોજ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. જ્યારે આ બનાવ થી આમલી મેનપુર ગામમાં ગમગીનતા ફેલાઇ જવા પામી છે. ત્યારે આ બનાવને લઇ વન વિભાગના આરએફઓ સહિતનો સ્ટાફ આમલી મેનપુર ગામે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.