રાહુલ ગારી :- ગરબાડા
સામુહિક આરોગ્ય કેન્દ્ર ગરબાડા ખાતે ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિની મીટીંગ યોજાઇ.
ગરબાડા તા. 21
આજે તારીખ 20 ડિસેમ્બરના રોજ મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી મિલિંદ દવે તાલુકા પંચાયતના પ્રમુખ મયુરભાઈ ભાભોર ગરબાડા 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તાલુકા હેલ્થ ઓફિસર અશોક ડાભી , ડોક્ટર આર કે મહેતા તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન પ્રાંત અધિકારીએ સી.એમ
ટી.સી ની મુલાકાત કરી હતી અને માહિતી મેળવી અને સૂચનો કર્યા હતા આ બેઠકમાં નાગરિકોને આરોગ્ય લક્ષી વધુ સારી સુવિધાઓ મળી રહે તેમ જ સુવિધાઓ બાબતે શું પગલાં લેવા અને કેવી કાર્યવાહી કરવી જેથી આરોગ્ય લક્ષી સુવિધાઓ સારી વધારી શકાય તે બાબતે ચર્ચાઓ કરી આગળની કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.