Wednesday, 05/02/2025
Dark Mode

રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં લાંબા સમય સુધી કાયમી અધિકારી ન મળતા ઇન્ચાર્જ અધિકારીએ સરકારનું કરી નાખ્યું: છ દિવસના રિમાન્ડ મંજુર  દાહોદના નક્લી NA પ્રકરણમાં 4 નિવૃત સરકારી બાબૂઓની ધરપકડથી ખળભળાટ:સત્તા બહારના હુકમો કર્યા હોવાના ખુલાસા..

December 11, 2024
        1878
રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં લાંબા સમય સુધી કાયમી અધિકારી ન મળતા ઇન્ચાર્જ અધિકારીએ સરકારનું કરી નાખ્યું: છ દિવસના રિમાન્ડ મંજુર   દાહોદના નક્લી NA પ્રકરણમાં 4 નિવૃત સરકારી બાબૂઓની ધરપકડથી ખળભળાટ:સત્તા બહારના હુકમો કર્યા હોવાના ખુલાસા..

રાજેશ વસાવે :- દાહોદ 

રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાં લાંબા સમય સુધી કાયમી અધિકારી ન મળતા ઇન્ચાર્જ અધિકારીએ સરકારનું કરી નાખ્યું: છ દિવસના રિમાન્ડ મંજુર 

દાહોદના નક્લી NA પ્રકરણમાં 4 નિવૃત સરકારી બાબૂઓની ધરપકડથી ખળભળાટ:સત્તા બહારના હુકમો કર્યા હોવાના ખુલાસા..

દાહોદ તા.11

બહુચર્ચિત નકલી NA કૌભાંડમાં પોલીસે આજે વધુ ચાર સરકારી અમલદારોની ધરપકડ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર ગુજરાત ભર માં ચકચાર મચાવનાર દાહોદના જમીન કૌભાંડમાં તાલુકા પંચાયત દ્વારા થયેલા 112 જેટલા બોગસ હુકમો પૈકી 40 કરતા પણ વધુ હુકમોમાં સંડોવાયેલા હોવાનું મનાતા ડી.કે.સંગાડા તથા બિનખેતી અને હેતુફેરમાં સંડોવાયેલા મનાતા બી એસ અમલીયાર એમ કે તાવીયાડ અને સી એમ બારીયા ની આજે દાહોદ પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા ઉપરોક્ત તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ રહી ચૂકેલા ઉપરોક્ત સરકારી બાબુઓએ પોતાને મળેલી સત્તા કરતા પણ વધુ હુકમો કરી ગેરરીતી આચરી હોવાનું પ્રારંભિક તપાસમાં જણાઈ આવેલ છે.પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું અને અનેક નકલી NA હુકમો પોતાના સમયગાળામાં કર્યા હોવાનું સામે આવ્યું છે. એમાંય પી..એસ અમલીયાર તાલુકા વિકાસ અધિકારીના ચાર્જમાં હતા. અને ત્યાર પછી જિલ્લા પંચાયતમાં મહેસુલ ટેબલ સંભાળતા હતા ત્યારે પણ અને ગેરરીતીઓ આચરી હોવાનું બહાર આવવા પામ્યું છે.પોલીસે આ તમામ આરોપીઓની મોડસ ઓપ્રેન્ડી અને કયા માસ્ટર માઈન્ડ સાથે સાંઠગાંઠ હતી. જે અંગે તપાસ હાથ ધરી છે.આ સમગ્ર કયો કૌભાંડ કઈ રીતે ઓર્ડરો કરાતા હતા. તેની વિગતો હવે પોલીસ તપાસમાં બહાર આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય હાલ પોલીસે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તમામના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

*નકલી NA પ્રકરણમાં અત્યાર સુધીમાં 7 સરકારી બાબુઓની ધરપકડ થઈ છે.*

દાહોદમાં થયેલા જમીન કૌભાંડમાં અત્યાર સુધીમાં થયેલી ફરિયાદોમાં ફૂલ 7 સરકારી બાબુઓ સામે નામજોગ ગુના દાખલ થયા છે.જેમાં અગાઉ નોંધાયેલી પહેલી ફરિયાદ જેમાં રેવેન્યુ સરવે નંબર 303 305 307 માં જિલ્લા પંચાયત કચેરીમાં જીગ્નેશ ટુ ક્લાર્ક ની પોસ્ટ પર કાર્યરત વિજય ડામોરે નકલી NA ના ઓર્ડર ઉપર જિલ્લા પંચાયત નો સિક્કો મારી જમીન કૌભાંડમાં ભાગ ભજવ્યો હતો. જેમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી તેવી જ રીતે સીટી સર્વે કચેરીમાં સિરસ્તેદાર ડી.કે.પરમાર તેમજ મેન્ટેનન્સ સરવૈયર રાહુલ ચાવડાની હુકમોના આધારે નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવવાના પ્રકરણમાં ધરપકડ કરાઈ હતી. જ્યારે આજે ઇન્ચાર્જ ટીડીઓ તેમજ સર્કલ ઓફિસર સહિત ચારની ધરપકડ થતાં આંકડો 7 પર પહોંચ્યો છે.

*નકલી NA પ્રસારણમાં અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદો નોંધાઇ છે.*

નકલી NA પ્રકરણમાં સૌથી પહેલા બે ફરિયાદો દાખલ થઈ હતી. જેમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અને તપાસ દરમિયાન વધુ ચાર નામો ખુલતા આ ફરિયાદમાં કુલ સાત આરોપી દર્શાવ્યા હતા.જે પૈકી બે આરોપીઓ વોન્ટેડ છે. જ્યારે અન્ય બે ફરિયાદોમાં એકમાં 33 આરોપી,બીજામાં 70 આરોપી તરીકે જાહેર કરાયા હતા.તદુપરાંત અન્ય બે ફરિયાદોમાં એકમાં આઠ અને બીજામાં છ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતા.જેમા જમીન માલિકો તેમજ દલાલોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીએ છે કે શરૂઆતથી તબક્કામાં 219 જેટલા સર્વે નંબર શંકાસ્પદ તરીકે તારવવામાં આવ્યા હતા.જે પૈકી 22 જેટલા સર્વે નંબરો રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા નિયુક્ત કરાયેલી એસઆઇટીની ટીમમાં કપાસ દરમિયાન સાચા હુકમો મળી આવતા શંકાસ્પદ સર્વે નંબરો નો આંકડો 197 ઉપર ગયો હતો. જે પૈકી 112 સર્વે નંબરો તાલુકા પંચાયત કચેરીના નામના થયા હતા.

*પકડાયેલા સરકારી બાબુઓ નિવૃત થયાં:ઇન્ચાર્જ તરીકેના કાર્યકાળમાં જમીન કૌભાંડ આચર્યું..*

જમીન કૌભાંડમાં પકડાયેલા પી.એસ.આમલીયાર 2012/13 માં જિલ્લા પંચાયતમાં એ.ટી.ડી.ઓ તરીકે પદસ્થ હતા.અને પંચાયતમાં 20 વર્ષથી મહેસુલ વિભાગમાં ટેબલ સંભાળતા હતા. તેમને પણ ઇન્ચાર્જ ટી.ડી.ઓ તરીકે જમીન કૌભાંડ આચર્યુ હતું.જ્યારે સીએમ બારીયા 2016માં,ડી.કે સંગાડાએ સૌથી વધુ હુકમો કર્યા હતા. જ્યારે એમ.કે.તાવીયાડ 2012 માં સર્કલ ઓફિસર તરીકે પદભાર સંભાળી રહ્યા હતા તે દરમિયાન આ જમીન કૌભાંડમાં સહભાગી થયા હતા. એટલું જ નહીં પકડાયેલા ડી. કે.સગાડાના કારીકાળમાં મહત્તમ હુકમો થયા હતા. જે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઉપરોક્ત સંગાડાના કાળમાં 40 થી વધુ હુકમો થયા હતા જે પોલીસ તપાસમાં બહાર આવ્યા છે.

 

*રેવન્યુમાં વર્ષો સુઘી કાયમી તલાટી ન હોવાથી મોટાપાયે ગેરરીતી આચરાઇ.*

 

રીવેન્યુ ડિપાર્ટમેન્ટમાં વર્ષો સુધી કાયમી ટીડીઓ ન મળતા ઉપરોક્ત અધિકારીઓ ઇન્ચાર્જ ટીડીઓ તરીકે રહી જમીન કૌભાંડ આચાર્ય હતો. અને સરકારની તિજોરીને ચૂનો ચોપડ્યો હતો. પોલીસ તપાસમાં 2008 પછી 2022 સુધીમાં ખાલી બે જ વખત પંચાયતમાં કાયમી ટીડીઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. બાકીના કાર્યકાળમાં તમામ કર્મચારીઓ ઇન્ચાર્જ ટીડીઓ તરીકે કામગીરી કરી હતી. સરકારની મુખ્ય કમાઈ નો સ્ત્રોત ગણાતી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જ કાયમી અધિકારીની ભરતી ના કરાતા મોટાપાયે ગેરરીતી આચરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખની છે કે NA ના હુકમની સત્તા જિલ્લા પંચાયત પાસેથી 2018 માં લઇ કલેકટરને સોંપી દેવામાં આવી હતી. પરંતુ ઉપરોક્ત જમીન કૌભાંડીઓએ સરકારી કર્મચારીઓ સાથે ભેગા મળી પાછલી તારીખોમાં બોગસ હૂકમો તૈયાર કરાવી પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરાવી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!