બાબુ સોલંકી :- સુખસર
*શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજ ખાતે મહીસાગર પોલીસ વિભાગ દ્વારા જન-જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો*
*ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સંતરામપુર પી.આઇ.કે.કે.ડિડોર દ્વારા ત્રણ નવા કાયદાઓની વિસ્તૃત માહિતીથી માહિતગાર કરાયા*
સુખસર,તા.7
શ્રી સહજાનંદ ગ્રુપ ઓફ કોલેજ નરસીંગપુર,સંતરામપુર ખાતે તા:- 05/12/2024 ને ગુરુવારના રોજ મહીસાગર પોલીસ દ્વારા જન-જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સંતરામપુરના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી. કે.કે. ડીંડોર અને ‘શી ટીમ’ ના હેડ કોન્સ્ટેબલ સુર્યાબેન તથા શી ટીમના કર્મચારીઓ દ્વારા જન-જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ગુજરાતને દુનિયાનું નંબર વન સલામત રાજ્ય બનાવવું આ સંસ્થાનો ઉદ્દેશ છે.રાજ્યના તમામ નાગરિકોને સુખ શાંતિથી રહેવા માટે નાત-જાત, ધર્મ અને જાતિના ભેદભાવ વગર સમાન તકો આપવી,રાજ્યના નાગરિકોને સહભાગીથી સારો વહીવટ કરવો,જવાબદાર તથા સક્રિય સમાજની રચના કરવી તથા પોલીસ અને પ્રજા વચ્ચે સંકલન કરવા જવી બાબતોને પ્રજા સમક્ષ પોલીસની સારી છાપ ઉભી કરવી જેવી અનેક બાબતો અંગે જન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં સંતરામપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી કે.કે. ડીંડોર દ્વારા 01/04/2024 થી આવેલ નવા ત્રણ કાયદાઓની વિસ્તૃત માહિતી આપી સાથે સાથે આજની યુવા પેઢી માટે પોસ્કો એકટ અને મોટર વિહિકલ એકટ તથા મોબાઈલ ફ્રોડના ગુનાઓથી કઈ રીતે બચી શકાય તેમજ વિશેષમાં જણાવ્યું હતું કે,આજના યુવાનોને ટ્રાફિકના નિયમો જેવા કે,હેલ્મેટ,લાઇસન્સ,પીયુસી, ઇન્સ્યુરન્સ વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમસ્યાઓની પ્રશ્નોતરી કરતા પી.આઈ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.‘શી ’ ટીમના હેડ કોન્સ્ટેબલ દ્વારા આજની મહિલાઓ પર થતા માનસિક,શારીરિક શોષણ તથા મહિલાઓ પર થતા અત્યાચારને કઈ રીતે રોકી શકાય તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી ડૉ.સંજય પારગી દ્વારા,પોલીસ અધિકારી દ્વારા અપાયેલા સુચનો તેમજ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ ગણ હાજર રહ્યા હતા.અને તેનું સફળ સંચાલન ડૉ.મેહુલ માલીવાડ તથા આભારવિધિ ડૉ.મનોજ ગામીત દ્વારા કરવામાં આવી હતી.