કોરોના સામેજંગ…. સંજેલીમાં માસ્ક વગર ફરતા લોકો દંડાયા:પોલિસે 43 લોકોને ઝડપી 8 હજાર ઉપરાંતનો દંડ વસુલ્યો

Editor Dahod Live
1 Min Read

      કપિલ સાધુ @ સંજેલી 

સંજેલીમાં માસ્ક વગર રખડતા 43 લોકો પાસે પોલીસે દંડ વસૂલ્યો,સંજેલી નગરમાં માસ્ક વગર રખડતા લોકો પાસેથી 8600 દંડ વસુલાયો,સંજેલી પોલીસ દ્વારા માસ્ક વિના ફરતા કરતા   લોકો પાસેથી પોલીસ તંત્ર દ્વારા 8600 નો દંડ વસુલ્યો

કોરોના મહામારી ના કારણે  દેશ અને દુનિયામાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે .કોરોના વાયરસથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા મોઢા પર માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.વારંવાર સાબુથી હાથ ધોવા સેનેટાઈઝર નો ઉપયોગ .કામ સિવાય ઘરની બહાર નિકળવાનુ ટાળવું.જેવા અનેક નિયમો ને વારંવાર સૂચના આપવામાં આવી છે તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે . જાહેરનામાનો ભંગ કરનાર લોકો પાસેથી પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવ્યો. છતાં પણ લોકો કોરોના મહામારી વાયરસની બીમારીને હળવાશથી લઇ મોઢા પર માસ્ક પહેર્યા વગર જ બાઇક લઈ અવર જવર કરતાં તેમજ ફરતા ફરતા અવર જવર કરવામાં આવતા લોકોને ઉભા રાખી  દંડ વસુલવામાં આવ્યો હતો ત્યારે વેપારીઓ પણ માસ્ક વગર વેપાર ધંધો કરતા જોવાતા . સંજેલી  પોલીસ દ્વારા  ટિમ સાથે રાખી  માસ્ક વગર  ફરતાં 43 લોકો પાસેથી 8600 કેટલી રકમની વસુલાત કરી હતી.

Share This Article