ફતેપુરાના લખણપુર ખાતે 8 વર્ષની બાળા પર એસટીબસના તોતિંગ પૈડાં ફરી વળતા મોત નીપજ્યું

Editor Dahod Live
1 Min Read

   હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા લખણપુર ગામે એસ.ટી બસની અડફેટે બાળકીનું મોત:લુણાવાડા થી દાહોદ તરફ જતી હતી એસટી બસ.

સુખસર તા.07

ફતેપુરા તાલુકાના લખણપુર ગામે હાઈવે પર એસ.ટી.બસ અડફેટે એક 8વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જેને લઇને પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો પોલીસે એસ.ટી.બસ કબજે કરી પોલીસ મથકે લેવાઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ફતેપુરા તાલુકાના લખણપુર ગામની આઠેક વર્ષીય બાળકી રસ્તો ક્રોસ કરી રહી હતી તે દરમિયાન લુણાવાડા થી દાહોદ તરફ પુરઝડપે જઇ રહેલ એસટી બસની અડફેટે બાળકી આવી જતા બસના તોતિંગ પૈડા બાળકી પર ફરી વળ્યા હતા જેમાં ઘટનાસ્થળે જ બાળકી નું મોત નીપજ્યું હતું સ્થળ બાળકીની માતાએ રોકકળ મચાવી મૂકી હતી આ બાબતે પોલીસ મથકે જાણ થતા પોલીસે એસ.ટી.બસ કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Share This Article