બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પોલીસ સ્ટેશન દ્વારા 9 મી ઓગસ્ટના રોજ આદિવાસી દિવસને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ*
સુખસર તા. ૮
મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ તથા મહીસાગર જિલ્લા આદિવાસી બહુલ્ય ધરાવે છે.ત્યારે નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સુખસર પોલીસ સ્ટેશન ખાતે સુખસર ઇન્ચાર્જ પી.એસ.આઇ દેસાઈ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં સુખસરના સ્થાનિક આગેવાનો સહિત ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો હાજર રહ્યા હતા.ત્યારે તેઓને જણાવવામાં આવ્યું હતું કે,આદિવાસી દિવસને લઈ નવમી ઓગસ્ટના રોજ ઠેર ઠેર રેલીઓ તથા કાર્યક્રમો યોજાનાર છે.તેવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ કે ઘટના ન બને તે માટે સુખસર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.એસ.આઇ દેસાઈ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમો યોજાયેલ તેના માટે સમજ આપવામાં આવી હતી.તેમજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તેના માટે અપીલ કરવામાં આવી હતી.જ્યારે ઉપસ્થિત આગેવાનોએ પણ આદિવાસી દિવસ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા હૈયાધારણા આપી.