Sunday, 22/12/2024
Dark Mode

લીમખેડા ડિવિઝનમાં એલસીબીની રેડ દરમિયાન બુટલેગર જોડે પોલીસની સંડોવણી મામલો 

August 7, 2024
        698
લીમખેડા ડિવિઝનમાં એલસીબીની રેડ દરમિયાન બુટલેગર જોડે પોલીસની સંડોવણી મામલો 

લીમખેડા ડિવિઝનમાં એલસીબીની રેડ દરમિયાન બુટલેગર જોડે પોલીસની સંડોવણી મામલો 

બુટલેગર જોડે સંબંધ ધરાવનાર DYSP ના ચાલકની હાઇકોર્ટ દ્વારા જામીન નામંજૂર કરાઈ..

દાહોદ તા. 07

લીમખેડા ડિવિઝનમાં એલસીબીની રેડ દરમિયાન બુટલેગર જોડે પોલીસની સંડોવણી મામલો 

દાહોદ એલસીબી પોલીસે થોડા દિવસ પૂર્વે લીમખેડા પંથકમાં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી.જે બાદ બુટલેગરના મોબાઇલમાં રેડ દરમિયાન લીમખેડા ડીવાયએસપીના ચાલકના મિસકોલ મળી આવતા પોલીસે આ મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરતા બુટલેગરને પોલીસની ઉપસ્થિતિ, પેટ્રોલિંગ તેમજ કાર્યવાહીની તમામ માહિતીઓ કોલ મારફતે તેમજ whatsapp મારફતે લીમખેડા ડિવિઝનના ડીવાયએસપીના ચાલક જોડે વાર્તાલાપમાં આપી હોવાનું ફલિત થયું હતું જે બાદ પોલીસે લીમખેડા ડિવિઝનના DYSP ના ચાલક ભુપેન્દ્ર રાઠોડની લીમખેડા પોલીસે બુટલેગરને વિદેશી દારૂની હેરફેર કરવામાં મદદ કરવાના ગુનામાં ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ હાથ ધર્યા બાદ રીમાન્ડ પૂર્ણ થતાં ઉપરોક્ત ચાલકને સબ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.પરંતુ DYSp નો ચાલક ડ્રાઇવર ભુપેન્દ્ર રાઠોડ પોતે નિર્દોષ હોવાનું જણાવી તથા આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતા ગુજરાત હાઇકોર્ટે આજે તેના જામીન નામંજૂર કર્યા છે.ડીવાયએસપી લીમખેડાના ડ્રાઇવર ભુપેન્દ્ર રાઠોડના જામીનના મંજુર કરવાની સાથે કોર્ટે એવી ટિપ્પણી કરી હતી કે સામાજીક બદીને ડામવાવાળા રક્ષક જ જો ભક્ષક બનતા હોય તો એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં.સમાજને સુધારવાની જગ્યાએ સમાજમાં ખોટો મેસેજ પહોંચે એ સહેજ પણ ચલાવી લેવાય નહીં અને તેમાં એક પોલીસ કર્મીનો આવું કૃત્ય સહેજ પણ રાખી શકાય નહીં એવી ટિપ્પણી કરી તેના જામીન ના મંજૂર કરતા પોલીસ તંત્ર સહિત પંથકમાં ચકચાર મચી જવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક અને દાહોદ પોલીસની ટીમ છેલ્લા કેટલાક વખતથી ગુના શોધવામાં ખૂબ સક્રિય બની છે ત્યારે ખુદ પોલીસને પણ ન બક્ષનાર પોલીસ કાર્યવાહીની સામાજિક ક્ષેત્રે ઘણી પ્રશંસા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!