Thursday, 26/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો વધેલ ઉપદ્રવ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો વધેલ ઉપદ્રવ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર

ઈલિયાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો વધેલ ઉપદ્રવ લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે

 સંતરામપુર તારીખ 21

સંતરામપુર તાલુકાના ઉમ્બેર ગામે આજરોજ વહેલી સવારે ઘરની બહાર ઉં.વ ૬૦ વ્યક્તિ પુરુષ ઉપર અચાનક દીપડાએ હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં લવાયેલ હતાં.આ અગાઉ ઉંબેરને શિર ગામે દીપડો નજરે ગ્રામજનોને પડેલ હોય આ વિસ્તારમાં દીપડા નો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધી રહેલ જોવા મળે છે.દીપડાને ખોરાક માટેનું મરણ જંગલ વિસ્તારમાં નહીં મળતાં એ આ જંગલી પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં જોવા મળે છે.ઉંબેર ગામે મહુડી ફળિયામાં રહેતા હીરા વીરા મહિડા ઉ. વ 60 ના ઓ આજરોજ વહેલી સવારના ઘરની બહાર નીકળેલ ત્યારે અચાનક જ દીપડાએ હુમલો કરી માથા હાથને પગના ભાગે ઇજાઓ કરેલ ને ખેંચી લઈ જવા પ્રયાસ કરતા ઘરના ઓએ બૂમાબૂમ ચીસાચીસ કરતા દીપડો ફરાર થઈ ગયેલ હતો.ઇજાગ્રસ્ત હીરાવીરા ને સંતરામપુર સરકારી દવાખાને સારવાર અપાયેલ અને શરીરના વિવિધ ભાગો પર મળી કુલ ૨૨ ટકા આવેલ જોવા મળે છે
ઉલ્લેખનીય છે કે ઉંબેર આ વિસ્તારમાં દીપડો ને દીપડી તેના બચ્ચા ડુંગરો પર જંગલમાં વિહરતા હોવાનું લોકો ચર્ચા છે

error: Content is protected !!