Friday, 27/12/2024
Dark Mode

દેવગઢબારીઆ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીની કારને ટક્કર મારી અજાણ્યા ટ્રકનો ચાલક ફરાર, અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું

July 27, 2024
        2304
દેવગઢબારીઆ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીની કારને ટક્કર મારી અજાણ્યા ટ્રકનો ચાલક ફરાર, અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું

દેવગઢબારીઆ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીની કારને ટક્કર મારી અજાણ્યા ટ્રકનો ચાલક ફરાર, અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું

દાહોદ તા.27

દેવગઢબારીઆ નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીની કારને ટક્કર મારી અજાણ્યા ટ્રકનો ચાલક ફરાર, અકસ્માતમાં કારનું પડીકું વળી ગયું

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના પાલ્લી ગામેથી પસાર થતાં બ્રીજ પાસેના નેશનલ હાઈવે રોડ પર અજાણ્યા ટ્રકના ચાલકે ત્યાંથી પસાર થતાં દેવગઢ બારીઆ નગરમાં ટાઉન પ્લાનર ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતાં કર્મચારીની ફોર વ્હીલર ગાડીની અડફેટમાં લેતાં કર્મચારીની ફોર વ્હીલર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેને પગલે કર્મચારીનું ઘટના સ્થળ પર મોત નીપજતાં પંથક સહિત જિલ્લામાં ચકચાર વ્યાપી જવા પામી હતી. દેવગઢ બારીઆ નગરપાલિકાના કર્મચારીના મોતને પગલે સમગ્ર સરકારી આલમ તેમજ પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.26મીના રોજ રાત્રીના રાત્રીના દશેક વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ નગરપાલિકામાં ટાઉન પ્લાનર ઓફિસમાં સુપ્રિટેન્ડર તરીકે ફરજ બજાવતાં અને દાહોદ શહેરના સહકાર નગર ખાતે રહેતાં 30 વર્ષિય આશાસ્પદ યુવક કુંજનકુમાર પ્રતાપભાઈ બામણ (લબાના) જેઓ પોતાની ઓફિસનું કામકાજ પતાવી પરત પોતાના ઘરે પોતાના કબજાની ફોર વ્હીલર લઈ આવી રહ્યાં હતાં ત્યારે રાત્રીના સમયે લીમખેડાના પાલ્લી ગામે બ્રીજ મોટા ટ્રકના ચાલકે પોતાના કબજાની ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી નિકુંજકુમારની ફોર વ્હીલર ગાડીને અડફેટમાં લઈ જાશભેર ટક્કર મારતાં નિકુંજકુમાર ફોર વ્હીલર ગાડીની સાથે ફંગોળાયા હતાં. અકસ્માત એટલો ભંયકર હતો કે નિકુંજકુમારની ફોર વ્હીલર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેને પગલે નિકુંજકુમારને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું.મોડી રાત્રીની ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને લઈ ઘટના સ્થળે દોડી ગયાં હતાં અને મૃતક નિકુંજકુમારના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો પણ સ્થળ પર પહોંચી ગયાં હતાં અને જ્યાં પરિવાજનોમાં ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ હતી. દેવગઢ બારીઆ નગરપાલિકાના આ કર્મચારીના મોતના સમાચાર વાયુવેગે દેવગઢ બારીઆ નગરપાલિકા સહિત સરકારી વિભાગોમાં થતાં સરકારી આલમમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. આ સંબંધે બાકુભાઈ કાળુભાઈ બામણ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!