નવા ફોજદારી કાયદા અંગે માર્ગદર્શન: નવા કાયદાઓ અને જોગવાઈ અંગે પોલીસ દ્વારા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

નવા ફોજદારી કાયદા અંગે માર્ગદર્શન:

નવા કાયદાઓ અને જોગવાઈ અંગે પોલીસ દ્વારા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

ગરબાડા તા. ૧૭

ગરબાડા પોલીસ દ્વારા માધ્યમિક શાળા ગરબાડા ખાતે પહેલી જુલાઈથી લાગુ થયેલા નવા ફોજદારી કાયદા અને જોગવાઈથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફ સહિત શાળાના સ્ટાફ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જેમાં પહેલી જુલાઈ 2024ના સંપૂર્ણ ભારતમાં નવા ફોજદારી કાયદાઓ લાગુ થઈ રહ્યા છે. જેને લઈ આજે લોકોને જાગૃત કરવા માટે પોલીસ દ્વારા સેમિનાર થકી માહિતગાર કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે ગરબાડા માધ્યમિક શાળા ખાતે પોલીસ દ્વારા શાળાના વિધાર્થીઓને જાગૃત કરવાના હેતુથી ગરબાડા પોલીસ દ્વારા જૂના ફોજદારી કાયદા IPC, CRPC અને ઈન્ડિયન એવિડન્સ એક્ટની બદલે આજથી લાગુ પડતા ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 વિષે વિસ્તૃત માહિતી આપી હતી.

Share This Article