
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી મહમ્મદિયા આંગણવાડીમાં વરસાદના ગંદા પાણી ભરાઈ જતા પંચાયત ને લેખિત રજૂઆત.
સંજેલીમાં ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે ઠેર ઠેર નિચાણવાળી જગ્યામાં પાણી ભરાવાના દ્રશ્યો..
આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકી તેમજ ગંદા પાણીથી લદબદતા કેંદ્રમાં નાના ભૂલકાઓ બેસવા મજબૂર.
આંગણવાડી કેન્દ્રમાં વર્ષો થી ગંદા પાણી ભરાઈ છે.આ બાબતે અનેકવાર લેખિત મૌખિક રજૂઆત.
સંજેલી તા.17
સંજેલી નગરમાં રોડ ગટરના અભાવના કારણે ચારે બાજુ કિચડ કિચડ ના દ્રશ્ય સામે આવ્યા નીચાણવાળી અનેક જગ્યા ઉપર ગંદા પાણી ફરી વળ્યા હતાં.
સંજેલી નગરમાં ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે નીચાણવાળી જગ્યા ઉપર ગંદા પાણી ભરાયા હેતલ પેટ્રોલ પંપ, મામલતદાર ક્વાર્ટર મહમદિયા આંગણવાડી સહિત ઠેર ઠેર ગંદા પાણી ભરાયાના દ્રશ્ય સામે આવ્યા છે.સંજેલી મહમદિયા આંગણવાડી કેન્દ્રમાં ગંદા પાણીનું રેલમછેલ અને આજુબાજુ ગંદકીથી લદભદી રહી છે. નાના ભૂલકાઓ પર માઠી અસર. કિચડ અને ગંદકીના કારણે રોગ ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે. શું તંત્ર રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહી છે?આ ગંદકી તેમજ રોડ પર ના પાણી આંગણવાડીમાં ભરાઈ જવાના કારણે અગાઉ અનેક વખત મામલાદાર સહિત તાલુકા વિકાસ અધિકારી સંજેલી પંચાયત ને પણ લેખિત મૌખિત રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી જાડી ચામડીના અધિકારીઓ દ્વારા યોગ્ય નિકાલ કરવાને બદલે આખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ મહમદિયા આંગણવાડીમાં કેવી રીતે નાના ભૂલકાઓ આવશે? આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકી તેમજ કચરો અને ગંદા પાણી વહેલી તેકે સાફ-સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેવી સંજેલી પંચાયતને આંગણવાડી વર્કર દ્વારા સંજેલી પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી જો આ ગંદકી અને ગંદા પાણીનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડશે તેમ જાણવા મળ્યું છે.