બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના મકવાણાના વરુણા ગામનો 23 વર્ષીય યુવક ગુમ થતા પોલીસમાં જાણ કરાઈ
સુખસર,તા.8
ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા ગામના વંદનાબેન નરેન્દ્રભાઈ સમસુભાઈ સુવરના ઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા જણાવ્યું છે કે,પોતાના પતિ નરેન્દ્રભાઈ સમસુભાઈ સુવર ઉંમર વર્ષ 23 ગત તારીખ 7/6/2024 ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં નીકળતા સમયે હું સુખસર ગામમાં જાઉં છું.તેમ જણાવી ઘરેથી નીકળેલ.ત્યારબાદ મોડે સુધી ઘરે નહીં આવતા નરેન્દ્રની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ કોઈ ભાળ મળી ન હતી.તેમજ આજ દિન સુધી પત્તો નહીં મળતાં તેની સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે.જેથી સુખસર પોલીસે નરેન્દ્ર સમસુભાઈ સુવર નાઓ ગુમ થવા બાબતે નોંધ કરી ગુમસુદા નરેન્દ્ર સમસુભાઈ સુવરની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
ઘરેથી નીકળતા સમયે ગુમશુદા નરેન્દ્રભાઈ સુવરે શરીરે સફેદ કલરનું સર્ટ તથા વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.તેમજ તેના ચહેરા ઉપર જમણી બાજુ વાગેલાનું જૂનું નિશાન છે.શરીરે ગૌર વર્ણ,ઉંમર 23 વર્ષ, ઊંચાઈ 5.3 ઇંચ છે.જો ગુમશુદા નરેન્દ્ર ભાઈ સુવરની જે કોઈને ભાળ મળે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.