સંતરામપુર તાલુકામાં અલગ અલગ જગ્યાએ વિકાસના કામો ચાલી રહ્યા છે.હાલમાં માનગઢ સીમલયા ગ્રામ પંચાયતમાં સુજલામ સુફલામ અને મનરેગાના તળાવો ઉંડા કરવાની કામગીરી ચાલી રહેલી છે.ત્યારે આજરોજ સંતરામપુરમાં મહીસાગર જિલ્લા કલેકટરે મુલાકાત લીધી હતી.સંતરામપુરના વહીવટી તંત્ર સાથે પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પી.આઈ તમામ સરકારી અધીકારી જોડે મુલાકાત અને વિવિધ સ્થળે માનગઢ સીમલા ગ્રામ પંચાયત ખેડાપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સ્થળો પર મહિસાગર કલેક્ટર આર.બી બારડે મુલાકાત લીધી હતી. દરેક સ્થળો પર અધિકારી તલાટી સરપંચ તળાવમાં કામદાર શ્રમિકો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તમામની રૂબરૂમાં ચર્ચા અને સુચના આપવામાં આવેલી કે કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક અવશ્ય કરવું સૂચના પણ આપવામાં આવી હતી.ખેડાપા આરોગ્ય કેન્દ્ર પર મેડિસન દવાઓ વિવિધ ચર્ચા પણ કરવામાં આવી હતી.