જેસાવાડા પોલીસે મહેસાણા જિલ્લાના વિસનગર માં ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

જેસાવાડા પોલીસે મહેસાણા જિલ્લાના વિસનગર માં ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો

ગરબાડા તા. ૧ 

જેસાવાડા પોલીસ મથકના પીએસઆઇ એનએમ રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ASI સિરાજ અબ્દુલ્લા ને ખાનગી રીતે બાતમી મળી હતી કે મહેસાણાના વિસનગર પોલીસ સ્ટેશનમાં ઘર ફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી રામસિંગભાઈ ભાવસિંગભાઈ કટારા તેના ઘરે વડવા ખાતે આવેલ છે જે બાદમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને જેસાવાડા બજારમાંથી ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી વધુ કાર્યવાહી માટે વિસનગર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી

Share This Article