Friday, 18/10/2024
Dark Mode

દાહોદની નામદાર કોર્ટેના ચુકાદાથી સન્નાટો, કસાઈઓમાં ફફડાટ… પશુ ક્રૂરતા અત્યાચાર કેસમાં મધ્યપ્રદેશના પતિ પત્ની સહીત ત્રણને સાત વર્ષની સજા તેમજ એક લાખનો દંડ..

March 5, 2024
        333
દાહોદની નામદાર કોર્ટેના ચુકાદાથી સન્નાટો, કસાઈઓમાં ફફડાટ…  પશુ ક્રૂરતા અત્યાચાર કેસમાં મધ્યપ્રદેશના પતિ પત્ની સહીત ત્રણને સાત વર્ષની સજા તેમજ એક લાખનો દંડ..

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદની નામદાર કોર્ટેના ચુકાદાથી સન્નાટો, કસાઈઓમાં ફફડાટ…

પશુ ક્રૂરતા અત્યાચાર કેસમાં મધ્યપ્રદેશના પતિ પત્ની સહીત ત્રણને સાત વર્ષની સજા તેમજ એક લાખનો દંડ..

દાહોદ પોલીસે બે વર્ષ અગાઉ નેશનલ હાઈવે પરથી કતલખાને લઈ જવાથી ભેંસો પકડી હતી.

દાહોદ તા.05

દાહોદની નામદાર કોર્ટે પશુ ક્રુરતા અત્યાચાર કેસમાં સરકારી વકીલની દલીલને ગ્રાહય રાખી મધ્યપ્રદેશથી ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જતાં કેસમાં દંપતિ સહિત ત્રણ વ્યક્તિઓને સાત વર્ષની સજા તેમજ એક લાખ રૂપિયા નો દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.  

 

પ્રાપ્ત માહિતી અનુસાર આજથી 19 મહિના પહેલા મધ્યપ્રદેશના ડુમરા ધના પંચાયત મોહનપુરા ખાતેના રહેવાસી અનિલ વીરસિંહ નિનામા તેમજ બન્નાબેન અનિલ નીનામા પતિ પત્ની તેમજ શાહરૂખ ઉર્ફે ફારુક કુરેશી રેહ. કાલદાસ માર્ગ જાબુવા પોતાના કબજા હેઠળની MP-45-L.A-0604 નંબરની મહિન્દ્રા જીતો ગાડીમાં ગેરકાયદેસર રીતે ચાર જેટલી ભેંસોને ઘાસચારા કે પાણીની સુવિધા વગર ક્રુરતાપૂર્વક બાંધીને દાહોદ તરફ આવતા હતા તે દરમિયાન જ પેટ્રોલિંગમાં નીકળેલી રૂલર પોલીસે દાહોદ નજીક પુસરી ગામે હાઈવે પર ઉપરોક્ત ગાડીને થોભાવી તલાસી લેતા તેમાંથી મુશકેટાટ બાંધેલી 60000 કિંમતથી ચાર ભેંસો મળી આવતા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા. ઉપરોક્ત બનાવ બાદ આ કેસની ચાર સીટ 21.1.2023 ના રોજ દાહોદની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જે બાદ 27.8.2023 ના રોજ કેસ દાહોદની નામદાર કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહય રાખી સમાજમાં ન્યાયપાલિકા સામે ઉત્કૃષ્ટ દાખલો બેસે તે હેતુથી ઉપરોક્ત બંને પતિ પત્ની સહિત ત્રણે ઈસમો ને દોશીત ઠેરવી સાત વર્ષની કેદ તેમજ પ્રત્યેકને એક એક લાખ રૂપિયા નો દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!