
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના દેવધા ગામે બાઈક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત: સદભાગ્ય ચારથી પાંચ વ્યક્તિઓનો બચાવ..
ચાલુ બાઈકે ફોન પર વાત કરતા રોડ ક્રોસ કરવા જતાં માર્ગ અકસ્માત સર્જાયો.
ગરબાડા તા. ૧૮
દાહોદ અલીરાજપુર હાઇવે પર વાહન ચાલકોની ગફલતના કારણે અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે ફરી એક વાર બાઈક ચાલકની ગફલતના કારણે અકસ્માત સર્જાયો છે. દાહોદ-અલીરાજપુર હાઇવે પર ગરબાડા તાલુકાના દેવધા ગામે શેરી પાસે બાઈક અને ફોર વ્હીલ ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના દેવધા ગામે બાઈક ચાલક ફોન પર વાત કરતા દશલા ગામ તરફ જવા રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અચાનક હાઇવે પર ગરબાડા તરફ જતી સુઝુકી કંપની ની ફોર વ્હીલ પસાર થતા તેની ટક્કરે બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલકને બચાવવા જતા કાર રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી સદનસીબે કારમાં સવાર ચાર થી પાંચ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો જેમાં બાઈક ચાલકને સામન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું
જેને એમન્યુલેન્સ મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે દસલા ગામના બે થી ત્રણ વ્યક્તિઓ દ્વારા દારૂનો નસો કરી આવેલ અને કાર લઇ જતા રોકવામાં આવ્યા અને પોલીસ કર્મીનો ફોન ઝુંટી લેતાં પોલીસ સાથે ઘર્ષણ ના દર્શ્યો સર્જાયા હતા. ઘટના સંદર્ભે ગરબાડા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.