રાજેશ વસાવે :- દાહોદ
સરકારી કચેરીઓમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવા લાંચ રિશ્વત વિરોધી શાખાનો નવતર પ્રયોગ..
દાહોદની સરકારી કચેરીઓમાં દાહોદ એસીબીએ લાંચ રિશ્વત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો…
દાહોદ તા.૦૧
દાહોદ એસીબી પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા દાહોદ શહેરમાં મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આવી મામલતદાર કચેરીમાં આવતા જતા અરજદારોને લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોના પી. આઈ. ડી. એમ. વસાવા એ ટોલ ફ્રી નંબર 1064 ઉપર જાણ કરવા માટે જાહેર જનતાને જનજાગૃતિ ફેલાય તે માટે અપીલ કરવામાં આવી હતી.જે અન્વયે દાહોદ એસીબી પોલીસ સ્ટેશનના અધિકારી પી. આઈ. ડી. એમ. વસાવા અને તેમના કર્મચારીની કામગીરી ને લઈ સો કોઈએ તેમની આ કામગીરીને બિરદાવી હતી..
દાહોદ જિલ્લામાં ભુતકાળમાં અનેક સરકારી મોટા ગજાના અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ લાંચના છટકામાં એસીબીના હાથે ઝડપાય જવાના બનાવો બની ચુક્યાં છે.અને તેમાંય ખાસ કરીને દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાને કારણે અહીંના સરકારી બાબુઓ અને સરકારી કર્મચારીઓ નાના મોટા સરકારી કામકાજ માટે અરજદારો પાસે લાંચની માંગણી કરતાં હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.
જાેવા જઈએ તો દાહોદ જિલ્લામાં લાંચ રૂશવતના બનાવો વધી રહ્યાં છે. એમ કહીએ કે ગુજરાતમાં જાે લાંચના મોટા ભાગે કિસ્સાઓ બનતા હોય તો તે દાહોદ જિલ્લામાં બનતા રહે છે. અહીંની ભોળી ભાળી પ્રજાને સરકારી અધિકારીઓ તેમજ સરકારી કર્મચારીઓ પોતાની જળમાં ફસાઈ પોતાની રોકડી કરી લેતાં હોય છે. આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લો હોવાને કારણે અને તેમાંય ખાસ કરીને શિક્ષણનું સ્તર નિચુ હોવાને કારણે કાયદાકીય સમજ ન હોવાને કારણે દાહોદ જિલ્લાની ગ્રામીણ પ્રજા આવા લાંચીયા સરકારી અધિકારી અને કર્મચારીઓની ચંગુલમાં આવી જતાં હોય છે ત્યારે આજરોજ દાહોદ લાંચ રૂશવત વિરોધી બ્યુરોના અધિકારી પી. આઈ. ડી.એમ. વસાવા અને તેમના કચેરીના કર્મચારીઓ હાથમાં પેમ્પલેટ સાથે દાહોદ એસીબીની ટીમ સાથે દાહોદ મામલતદાર અને પ્રાંત કચેરીએ પહોંચી ગયાં હતાં જ્યાં આવતાં અરજદારોને લાંચ રૂશવત વિરોધી નિયમોનું અને કાયદા કાનુનની સમજ આપી હતી. સાથેજ પેમ્પલેટ આપી જાે અગર તમારાથી કોઈપણ કચેરીમાં લાંચ અંગેનો પ્રસંગ બને અને કોઈ તમારાથી પૈસા માંગે તો ૧૦૬૪ ટોલ ફ્રી નંબર પર જાણ કરવા માટે અરજદારો તેમજ જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી. જેમાં દાહોદ લાંચ રૂશવત વિરોધી બ્યુરોના અધિકારી પી. આઈ. ડી. એમ. વસાવા અને કર્મચારીએ જન જાગૃતિ ફેલાય તે માટે અરજદારો સાથે વાતચીત કરી કાયદાકીય તેમજ કાનુની સમજણ પણ આપી હતી.
———————————————–