
રાહુલ ગારી :- ગરબાડા
ભલેને લોકોનો જીવ જાય અમે નહીં સુધરીએ…!!
ગાંગરડીમાંથી પ્રતિબંધાત્મક ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર વેપારી ઝડપાયો
તગડો નફો રળવા લોભિયા વેપારીએ લોકોની સલામતી અને સુરક્ષા તાક પર મૂકી કલેકટરના જાહેરનામાને અવગણ્યો..
દાહોદ તા.08
ગાંગરડી મેન બજારમાં કરિયાણા ની દુકાનમાંથી ગરબાડા પોલીસની ટીમે ચાઈનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી લીધો હતો. તેમની પાસેથી ચાઈનીઝ દોરીની ફીરકી કબ્જે કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ત્યારે ચાઈનીઝ દોરીથી માણસ અને પશુ પક્ષીઓ પર મોટું જોખમ હોય છે. ત્યારે ગરબાડા પોલીસની ટીમે ગરબાડા તેમજ ગાંગરડી માં પતંગો ની દુકાનો ઉપર જઈને ચેકિંગ હાથ ધરી હતું ત્યારે ગાંગરડી મેન બજારમાં રોડ પર એક કરિયાણા ની દુકાનમાં ચાઈનીઝ બનાવટની દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. પોલીસે ચેકિંગ કરતા ગાંગરડી ગામના પંકજભાઈ ચંદ્રવદન શાહને ચાઇનીઝ દોરીની ફીરકી સાથે ઝડપી લીધા હતા. તેમની પોલીસે તેમની પાસેથી ચાઈનીઝ દોરી નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.