
રાહુલ ગારી :- ગરબાડા
ગાંગરડી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક મેનેજર ના હસ્તે પ્રધાનમંત્રી જીવન જયોત અંતર્ગત બેંક દ્વારા મૃતકના પરિવારને બે લાખનો ચેક અપાયો.
નળવાઈ ગામના મુહનીયા અમરસિંહ મોતીભાઈ ને પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના સાર્થક નીવડી …
ગરબાડા તા. ૬
ગરબાડા તાલુકાના ગાંગરડી બ્રાંચની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં નળવાઈ ગામના મોહનીયા રામાબેન અમરસિંહ દ્વારા પ્રધાનમંત્રી જીવન જયોત વીમા અંતર્ગત પ્રીમિયમ ભરેલું હતું ત્યારબાદ રામાબેન નું આકસ્મિક નિધન થઈ જતાં તેમના પરિવારને ગાંગરડી બરોડા ગુજરાત ગ્રામીણ બ્રાન્ચ ના મેનેજર દ્વારા વીમા અંતર્ગત તેમને સીધો લાભ મળે તે માટે બેંક ખાતે બોલાવી રૂપિયા બે લાખનો ચેક આપવામાં આવ્યો.