
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાબુઆ ગામેથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો ..
ગરબાડા તા. ૨૭
દાહોદ જીલ્લા પોલીસ વડા ની ચૂચાના અને માર્ગદર્શન અનુસાર દાહોદ જિલ્લામાં દારૂબંધીને ડામી અને નસ્ત નાબૂદ કરવા અને વિદેશી દારૂ સાથે બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે કાર્યરત પોલીસ જોવા મળી રહી છે ત્યારે આજે ગરબાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિપ્તીનભાઇ મુળજીભાઈ તેમજ પોલીસ સ્ટાફ મહેન્દ્રભાઈ, કલ્પેશભાઈ પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે જાંબુવા ગામે વડલી ફળિયામાં રહેતો નાનસિંગભાઈ અપસિંગભાઈ ભાભોર જે પોતાના ઘરમાં ભારતીય બનાવટ નો ઇંગલિશ દારૂ રાખી છૂટકમાં વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા રહેણાંક મકાનમાં કાપડની થેલીમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરી મળી આવ્યો હતો તપાસ કરતા વિદેશી દારૂની કુલ બોટલ નગ ૪૪ જેની કિંમત રૂપિયા ૬૦૯૦ નો મુદ્દા માલ જપ્ત કરી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી