
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના નીમચ ગામ ખાતે ગ્રામસભા યોજાઈ, ગ્રામ સભામાં વર્ષ 2024 /25 નો આયોજન કરવામાં આવ્યું
ગરબાડા તા. ૨૧
ગરબાડા તાલુકાના નિમજ ગામે ગ્રામસભા યોજવામાં આવી હતી જે ગ્રામસભામાં આગામી વર્ષ 2024/25 નું આયોજન કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જે સરકારે દવાખાનું મંજૂર થયેલ છે તે માટે અને બસ સ્ટેશન નવીન પંચાયત ઘર માટે અને ફોરેસ્ટ વિભાગની જમીન માટે સર્વા અનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમ જ નિમચ ગામમાં સિંચાઈની પાણીની પાઇપલાઇન જે તેજસભાઈ ગણેશભાઈ અમલીયાર દ્વારા તોડી નાખેલ છે તે તત્કાલીન રીપેર કરવા અથવા કાયદેસર ની કાર્યવાહી કરવા માટે સર્વા અનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને તળાવનું લીકેજ છે તે રીપેરીંગ કરવા નવીન આંગણવાડી તથા રીપેરીંગ માટે ગામમાં સો ટકા મીટર થયા છે અને પ્રાથમિક શાળાનું બાંધકામ વહેલી જગ્યાએ પૂરું કરવામાં આવે તેમ જ પ્રાથમિક શાળા ઉપર શૌચાલય બનાવવા માં આવે તે માટેના ઠરાવો કરવામાં આવ્યા હતા