નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ તા.20
દાહોદમાં ૮૦ વર્ષના વૃદ્ધાએ કોરોના માત આપી દાહોદમાં કોરોનાના વધુ બે દર્દીઓને હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરાયા
દાહોદમાં છેલ્લા બે દિવસમાં કુલ ૧૮ દર્દીઓ કોરોનામુક્ત થતાં રજા અપાઇ
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ બે દર્દીઓને આજ બુધવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગત શનિવારે પાંચ દર્દીઓને રજા અપાયા બાદના આજે વધુ બે દર્દીઓ કોરોના મુક્ત થતા દાહોદમાં અત્યાર સુધી કુલ ૧૮ દર્દીઓને રજા અપાઇ છે. હવે માત્ર આઠ જ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વાયરસ સામે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.