
યાસીન ભાભોર :- ફતેપુરા
ફતેપુરામાં “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ
ફતેપુરા તા. ૨
આજે તારીખ 2 ડિસેમ્બર 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા બસ સ્ટેશન ખાતે ફતેપુરા તાલુકા પંચાયતના ફતેપુરા તાલુકા સભ્ય કાંતિ પરમાર ના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી.
શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ આજે હાથ ધરવામાં આવી છે જે અનુસંધાને આજે તારીખ 2 ડિસેમ્બર 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા બસ સ્ટેશન ખાતે ફતેપુરા તાલુકા પંચાયતના તાલુકા સભ્ય કાંતિ પરમારના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં વડવાસ ગામના સામાજિક કાર્યકર મુકેશ પારગી તેમજ નવાગામ ગામના સામાજિક કાર્યકર સુક્રમ પારગી તેમજ ફતેપુરા બસ સ્ટેશનના કંટ્રોલર ગુલાબ પારગી તેમજ ફતેપુરા બસ સ્ટેશન ની આજુબાજુના વેપારીઓ અને ફતેપુરા નગરના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સ્વચ્છતા ઝુંબેશ માં જોડાઈને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.