
જેસાવાડા પોલીસે ૧૩ વર્ષથી ઘરફોડ ચોરીનાં ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ખજુરીયા થી ઝડપી પાડી જેલ ભેગો કર્યો
જેસાવાડા તા. ૨
પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી તેમજ પોલીસ સ્ટાફના માણસો રમિઝખાન , રાહુલ કુમાર તેમજ મનોજભાઈ સાથે નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમી માં અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન તેમજ 13 ગુનામાં 13 વર્ષથી વોન્ટેડ આરોપી રમેશભાઈ પિદિયાભાઈ પલાસ જે પોતાના ઘરે આવેલ છે બાતમીના આધારે જેસાવાડા પોલીસે રાત્રીના સમયે કોમ્બિગ ઓપરેશન કરી આરોપીને પકડી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ જેસાવાડા પોલીસે ૧૩ વર્ષથી ઘરફોડ ચોરીનાં ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ખજુરીયા ઝડપી પાડવામાં સફળતા મળી હતી