ફતેપુરાના વાસિયાકુઇ ગામે તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓના મોતથી પંથકમાં ચકચાર

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના વાસિયાકુઇ ગામે તળાવમાં નાહવા પડેલા બે સગા ભાઈઓના મોત.

સુખસર તા.17

ફતેપુરા તાલુકાના વાસીયાકુઈ ગામે આવેલા તળાવમાં બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં નાહવા પડેલા બે બાળકોના ડુબી જવાથી મોત નિપજયા હતા.આ બંને બાળકો ડબલારા ગામના હોવાનું અને સગા ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. 108ને જાણ કરી હતી પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવને લઇ પરીવારજનોમાં શોક છવાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરા તાલુકાના ડબલારા ગામના બે સગા ભાઈ યોગેશ દલસિંહ મછાર ઉં 13 વર્ષ અને શૈલેષ દલસિંગ મછાર ઉં ૧૧ વર્ષ. રવિવારના રોજ બપોરના સમયે વાસીયાકુઈ ગામે તળાવમાં નાહવા ગયા હતા જ્યાં બંને જણા ડૂબી ગયાનું જાણવા મળતા આસપાસના લોકોએ બંનેને બહાર કાઢ્યા હતા.તળાવમાં ડૂબી જવાના કારણે બંને ભાઈઓના મોત નિપજયા હતા 108 દ્વારા બંને બાળકોને સારવાર અર્થે લઈ જવાયા હતા પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા બંને સગા ભાઈઓના મોત થયા હોવાની ઘટનાને લઇ પરિવારજનોમાં શોકની છવાઈ ગયો હતો અને પરિવારજનોએ રોકકળ કરી મૂકી હતી.

 

Contents
Share This Article