બાબુ સોલંકી :- સુખસર
સુખસર કૃષિ શાળા ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં ગાંધી જયંતીની ઉજવણી કરાઈ
૨-ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે,તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
સુખસર,તા.૨
આજરોજ ૨ ઓક્ટોબર-૨૦૨૩ ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર કૃષિ શાળા ખાતે ગાંધીજીની છબીને સુતરનો હાર પહેરાવી દીપ પ્રાગટ્ય કરી ગાંધી જયંતી તથા લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતીની ધારાસભ્ય રમેશભાઈ કટારા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.
દર વર્ષે ૨-ઓક્ટોબર ને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની યાદમાં જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. ગાંધીજીનો જન્મ ૨-ઓક્ટોબર ૧૮૬૯ માં પોરબંદર ખાતે થયો હતો.૨. ઓક્ટોબરને દર વર્ષે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૫. જૂન-૨૦૦૭ ના રોજ મહાત્મા ગાંધીના સન્માનમાં ૨. ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ ઉજવણી કરવા એલાન કરવામાં આવ્યું હતું.સાથે-સાથે ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૨. ઓક્ટોબર-૧૯૦૪ માં ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો.લાલ બહાદુર શાસ્ત્રી ગાંધીજી થી ઘણા પ્રભાવિત હતા.તેમની પણ આજરોજ જન્મ જયંતી હતી.ત્યારે આજરોજ આ બંને વિભૂતિઓની જન્મ જયંતી નિમિત્તે સુખસર કૃષિ શાળાના આચાર્ય પર્વતભાઈ લબાના,ધારાસભ્ય રમેશભાઈ કટારા,સુખસર પી.એસ.આઇ જી.બી.ભરવાડ,સુખસર સરપંચ નરેશભાઈ કટારા,પંચાયતના સભ્યો,આરોગ્ય સ્ટાફ, સામાજિક આગેવાનો,ગ્રામજનો સહિત પોલીસ સ્ટાફ વિગેરેના ઓએ ઉપસ્થિત રહી ગાંધી જયંતીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
ધારાસભ્ય રમેશભાઈ કટારા એ ગાંધીજીના જીવન ચારિત્ર્ય વિશે છણાવટ કરી ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે,આજે દેશની પ્રજા સ્વતંત્ર રીતે હરીફરી શકે છે તો તેનો યસ મહાત્મા ગાંધીજીને આપવો જોઈએ અને ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચાલવા આહવાન કરવામાં આવ્યું હતુંછે.જ્યારે સુખસર પી.એસ.આઇ જી.બી ભરવાડ દ્વારા મહાત્મા ગાંધીજીના જીવનમાં આવેલી મુશ્કેલીઓ અને તેનો સામનો કરી દેશ માટે જીવન સમર્પિત કરવા તેમજ ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા અનેક કઠિનાઈઓ પાર કરવા અને ધ્યેય સિદ્ધ કરવા બાબતે સમજ આપી હતી.સુખસર કૃષિ શાળાના આચાર્ય પર્વતભાઈ લબાના એ ગાંધીજીના જીવન ચારિત્ર્ય સંબંધિત પરિચય આપી ગાંધીજીના સમયમાં શિક્ષણ મેળવવા કેટલીક કઠિનાઇઓ હતી.અને તે સમયમાં ગાંધીજીએ વિદેશમાંથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી સ્વતંત્રતા અપાવનાર વિભૂતિના જીવન પરિચય બાબતે માહિતગાર કર્યા હતા.આમ આજરોજ સુખસર કૃષિ શાળા ખાતે ઉત્સાહભેર ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.