બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે”સ્વચ્છતા હી સેવા”અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરાયું
સુખસર,તા.૧
સ્વચ્છતા હી સેવાની એક માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગાંધી જયંતી નિમિત્તે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ,એક કલાક મહા શ્રમદાન સૂત્ર સાથે આજરોજ સુખસર ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાની આગેવાની હેઠળ મહા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સુખસર બી.એડ કોલેજ ખાતે યોજાયેલા સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા,સુખસર સરપંચ નરેશભાઈ કટારા,નાયબ તાલુકા વિકાસ અધિકારી અસારી, આરોગ્ય કર્મચારીઓ સહિત સામાજિક આગેવાનો એ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો.અને શ્રમદાન કરી સ્વચ્છ ભારતના નિર્માણ માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.